ભીષણ આગ ફાટી નીકળતા ત્રણ માળની બિલ્ડિંગ બળીને ખાખ, એક જ પરિવારના 5 લોકોના મોત- ‘ઓમ શાંતિ’

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના મુરાદાબાદ(Moradabad)ના ગલશહીદ પોલીસ સ્ટેશન વિસ્તારના અસલતપુરા(Asalatpura)માં ત્યારે ચકચાર મચી ગઈ જ્યારે અચાનક ત્રણ માળના મકાનમાં શંકાસ્પદ સંજોગોમાં આગ(fire) લાગી હતી. થોડી જ…

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના મુરાદાબાદ(Moradabad)ના ગલશહીદ પોલીસ સ્ટેશન વિસ્તારના અસલતપુરા(Asalatpura)માં ત્યારે ચકચાર મચી ગઈ જ્યારે અચાનક ત્રણ માળના મકાનમાં શંકાસ્પદ સંજોગોમાં આગ(fire) લાગી હતી. થોડી જ વારમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આગ ઘરના બીજા માળ સુધી પહોંચી ગઈ. ખરેખર, પરિવાર બીજા માળે રહેતો હતો જે આગમાં ફસાઈ ગયો હતો.

ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બીજા માળેથી પરિવારના 7 લોકોને બચાવીને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં ડોક્ટરોએ બે બાળકો સહિત કુલ 5 લોકોને મૃત જાહેર કર્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, ઘરની નીચે જૂના ટાયરોના ભંગારની ગોદામ હતી. ઘરમાં 12 લોકો હાજર હતા, જેના કારણે આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોએ પણ આગ બુઝવવાનો પ્રયાસ કર્યો હતો, ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યાં સુધીમાં ત્રણ માળની ઈમારત બળીને ખાખ થઇ ગઈ હતી.

આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે, આગ એટલી ઝડપથી ફેલાઈ કે તેણે આખી ઈમારતને લપેટમાં લીધી. ઘટના સમયે એક જ પરિવારના 5 લોકો ફસાઈ ગયા હતા. તેઓ મૃત્યુ પામ્યા. જણાવવામાં આવી રહ્યું છે કે ઘરની નીચે ટાયરનું ગોડાઉન છે. જ્યાં અગાઉ આગ લાગી હતી. થોડી જ વારમાં આગ આખા ઘરને લપેટમાં લઈ લીધી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ ઓલવવાનું કામ કરી રહી છે.

ઘરમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે. ડીએમ, એસએસપી સહિત પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું છે. મૃતકોમાં 7 વર્ષની નાફિયા, 3 વર્ષની ઇબાદ, 12 વર્ષની ઉમેમા, 35 વર્ષની શમા પરવીન, 65 વર્ષની કમર આરાનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *