‘ડોક્ટર્સ ડે’ ના દિવસે જ બંને ડોક્ટર પતી પત્નીએ કરી લીધો સામુહિક આપઘાત- જાણો સમગ્ર ઘટના

મહારાષ્ટ્ર(પુણે): આજે ડોક્ટર્સ ડેના દિવસે મહારાષ્ટ્રના પુણેમાં એક ડોક્ટર દંપતીએ આત્મહત્યા કરી છે. જાણવા મળ્યું છે કે, વણવાણી પોલીસ સ્ટેશન વિસ્તારના આઝાદ નગરમાં રહેતા ડોક્ટર પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેથી પહેલા પત્ની, પછી પતિએ આત્મહત્યા કરી લીધી. બંનેની ઓળખ અંકિતા નિખિલ શેંડકર (26) અને નિખિલ દત્તાત્રેય શેંડકર (28) તરીકે થઈ છે.

મળતી માહિતી મુજબ, અંકિતા અને નિખિલ બંને આઝાદ નગરમાં રહેતા હતા. બંને જુદી જુદી જગ્યાએ પ્રેક્ટિસ કરતા હતા. અંકિતાનું ક્લિનિક ગલી નંબર 2, આઝાદ નગરમાં છે અને નિખિલ બીજે ક્યાંક પ્રેક્ટિસ કરતો હતો. ગઈકાલે રાત્રે ઘરે પરત ફરતી વખતે ફોન પર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. રાત્રે આઠ વાગ્યે નિખિલ ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં અંકિતાએ આત્મહત્યા કરી લીધી હતી.

અંકિતા બેડરૂમમાં લટકતી જોવા મળી હતી. જેથી અંકિતાને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ અંકિતાનો મૃતદેહ તેના ભાઈને સોંપવામાં આવ્યો હતો. પત્નીની આત્મહત્યાનો આંચકો સહન ન કરી શકતાં નિખિલે ગુરુવારે સવારે સાત વાગ્યે આત્મહત્યા કરી લીધી હતી.

નિખિલના મોતનો સમાચાર મળ્યા બાદ વણવાની પોલીસ ફરી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. નિખિલનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે, આત્મહત્યા પાછળનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. પરંતુ, બંને માનસિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હતા અને બંને ઝઘડો કરતા હતા.

હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડોક્ટર દંપતીના મોતથી આઝાદ નગર વિસ્તાર તેમજ સમગ્ર પુણે શહેરમાં શોકનો માહોલ છવાયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, નિખિલ અને અંકિતાનાં લગ્ન તાજેતરમાં જ થયાં હતાં. થોડા દિવસોથી બંને વચ્ચે કંઈક બાબતે તકરાર ચાલતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *