હાલમાં એક એવી જાણકારી સામે આવી છે કે, જેને જાણીને તમને ક્દાચ્ખુબ આશ્વર્ય થશે. સમગ્ર વિશ્વમાં ખાવાના શોખીનોની કોઈ અછત નથી. કેટલાંક લોકો સ્વાદિષ્ટ વ્યંજનોની શોધમાં દૂર-દૂર સુધી જતા રહેતાં હોય છે પણ જરા વિચાર કરો કે, જો આપને સ્વાદિષ્ટ વ્યંજન ખાવાની સાથે જ રોયલ એનફિલડ બુલેટ પણ ઈનામમાં મળે તો.
જી હા, આવું સંભવ છે પુણેમાં આવેલ એક રેસ્ટોરન્ટમાં આવું શક્ય બન્યું છે. અહીંની શિવરાજ હોટલમાં એક ખાસ પ્રકારની પ્રતિયોગિતાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વિજેતા થનાર વ્યક્તિને ઈનામમાં નવીનકોર રોયલ એનફિલ્ડ બુલેટ આપવામાં આવશે.
ફક્ત 1 કલાકમાં પૂરી કરવી પડશે થાળી:
શિવરાજ હોટલના માલિક અતુલ વાઇકરે લોકોને હોટલમાં આકર્ષવા માટે આ પ્રતિયોગિતાની શરૂઆત કરી છે. તેમનામતાનુસાર હોટલમાં એક મોટી નોન વેજ બુલેટ થાળી તૈયાર કરવામાં આવે છે. જેમાં બધાં જ વ્યંજનોનું કુલ વજન 4 કિલો છે. ઈનામ જીતવા માટે ઈચ્છુક વ્યક્તિને આ થાળી ફક્ત 1કલાકમાં પૂરી કરવાની હોય છે. જે કોઈપણ વ્યક્તિ આ થાળીના બધાં જ વ્યંજન ફક્ત 1 કલાકમાં ખાઈ જાય તો તેને 1.65 લાખ રૂપિયાની રોયલ એનફિલ્ડ ભેટમાં આપવામાં આવશે.
થાળીમાં કયા-કયા વ્યંજન?
શિવરાજ હોટલમાં લોકોને ઈનામ અંગે જણાવવા માટે બહાર 5 નવી રોયલ એનફિલ્ડ મૂકવામાં આવી છે. આની સાથે જ મેન્યૂ કાર્ડ તથા પોસ્ટરમાં પણ તેના વિશે જણાવાયુ છે. આ બુલેટ થાળીમાં લોકોને નોન-વેજ વ્યંજન આપવામાં આવશે. જેમાં કુલ 12 વ્યંજનનો સમાવેશ થાય છે કે, જેનું વજન કુલ 4 કિલો હશે. તેને તૈયાર કરવા માટે અંદાજે 55 લોકોની મહેનત હોય છે. જેમાં ફ્રાય સુરાઈ, ફ્રાય ફિશ, ચિકન, તંદુરી, ડ્રાય મટન, ચિકન મસાલા અને પ્રોન બિરયાનીનો સમાવેશ થાય છે.
કેટલી છે થાળીની કિંમત?
શિવરાજ હોટલના માલિક અતુલ જણાવે છે કે, આ નોન-વેજ બુલેટ થાળીની કિંમત માત્ર 2,500 રૂપિયા રાખવામાં આવી છે. આ હોટલ 8 વર્ષ અગાઉ શરુ કરવામાં આવી હતી. તેમાં હોટલ આની પહેલા પણ કેટલીક આકર્ષક ઓફર આપતી રહી છે.
આની પહેલા એક રાવણ થાળી પણ લાવવામાં આવી હતી. તેમાં કુલ 8 કિલોના વ્યંજન હતા. તેને માત્ર 1 કલાકમાં પૂર્ણ કરનારને 5,000 રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવતું હતું. અત્યાર સુધી બુલેટ થાળીને એક જ કસ્ટમર પૂર્ણ કરી શક્યો છે. જે સોલાપુરથી સોમનાથ પવાર આવે છે તેમજ તેને એક બુલેટ આપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle