મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલાં ભક્તોને નડ્યો ગંભીર અકસ્માત: એકસાથે 5 લોકોને ભરખી ગયો કાળ, 8 ગંભીર

Punjab Accident: પંજાબના ફરીદકોટ જિલ્લાના કોટકપુરા રોડ પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં બે મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું…

Punjab Accident: પંજાબના ફરીદકોટ જિલ્લાના કોટકપુરા રોડ પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં બે મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ કોટકાપુરા અને ગુરુ ગોવિંદ સિંહ મેડિકલ કોલેજ(Punjab Accident) અને હોસ્પિટલ ફરીદકોટમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. મૃતકની ઉંમર 35 થી 40 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે.

આ અકસ્માત અંગે મળતી માહીતી મુજબ શ્રી મુક્તસર સાહિબ જિલ્લાના મરાડ કલાન ગામના રહેવાસીઓ સહિત લગભગ 15 લોકો બાઘા પુરાણાના નાગાહાન ગામમાં એક ધાર્મિક સ્થળ પર દર્શન કરવા ગયા હતા. ત્યાંથી દર્શન કર્યા બાદ તેઓ રાત્રે લગભગ 2 વાગે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે પંજગરાઈ ખુર્દ પાસે કોટકાપુરા તરફથી પુરપાટ ઝડપે જઈ રહેલી ટ્રેકટર ટ્રોલીએ ટાટા એસ (છોટા હાથી)ને ટક્કર મારી હતી. જેમાં બે મહિલા સહિત પાંચ લોકોના મોત થયા થતા અરેરાટી વ્યાપી જવા પામી છે.તેમજ આ અંગે પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આ અકસ્માત અંગે નોંધ લઇ મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા હતા.

અકસ્માતમાં 2 મહિલા સહિત 5ના મોત
મૃતકોની ઓળખ 38 વર્ષીય સુખદેવ સિંહ, 22 વર્ષીય લવપ્રીત, 36 વર્ષીય કરમજીત કૌર, સુરેશ કુમારની પત્ની, દીપક કુમાર અને 35 વર્ષીય કરમજીત કૌર, સુખચૈન સિંહની પત્ની તરીકે થઈ છે.તેમજ આ અંગે પોલીસનું કહેવું છે કે મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી
પીડિત પરિવારનું કહેવું છે કે ટ્રેકટર ચાલક સામે કડક કાર્યવાહી થવી જોઈએ.આ અંગે ડીએસપી રાજન પોળનું કહેવું છે કે તપાસ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.