કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી કરી જાહેર: જૂનાગઢ બેઠકથી હીરા જોટવાને મેદાનમાં ઉતાર્યા, જાણો કોને ક્યાંથી મળી ટીકીટ…

Lok Sabha Election 2024: કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ગોવા, મધ્યપ્રદેશ અને દાદરની એમ 6 બેઠકો માટે ઉમેદવારોના…

Lok Sabha Election 2024: કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ગોવા, મધ્યપ્રદેશ અને દાદરની એમ 6 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પ્રવીણ પાઠકને મધ્યપ્રદેશની ગ્વાલિયર બેઠક પરથી અને સત્યપાલ સિંહ સિકરવારને મોરેનાથી ટિકિટ(Lok Sabha Election 2024) આપવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવારોની આ 14મી યાદી છે.

ઉમેદવારોની 13મી યાદી બહાર પાડવામાં આવી
કોંગ્રેસે 4 એપ્રિલ, 2024ને ગુરુવારે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની 13મી યાદી બહાર પાડવામાં આવી હતી. આ ત્રણેય સીટો ગુજરાતની હતી. આ ત્રણેય ઉમેદવારોને ગુજરાતની લોકસભા બેઠકો (સુરેન્દ્રનગર, જૂનાગઢ અને વડોદરા)માંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. પાર્ટીએ સુરેન્દ્રનગરથી ઋત્વિકભાઈ મકવાણા, જૂનાગઢથી હીરાભાઈ જોટવા અને વડોદરાથી જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપી છે.

કોંગ્રેસની 14મી યાદીમાં કોને ક્યાંથી ટિકિટ મળી
ઉત્તર ગોવાથી રમાકાંત ખાલપને ટિકિટ આપવામાં આવી,દક્ષિણ ગોવા વિરિયાટો ફર્નાન્ડિસને ટિકિટ આપી તેમજ મધ્ય પ્રદેશ મોરેના સત્યપાલ સિંહ સિકરવારને મેદાને ઉતાર્યા છે.મધ્યપ્રદેશના ગ્વાલિયરથી પ્રવીણ પાઠકને ટિકિટ મળી છે.આ સાથે જ મધ્યપ્રદેશ ખંડવા નરેન્દ્ર પટેલ ચૂંટણી લડશે અને દાદરા અને નગર હવેલી દાદરાથી અજીત રામજીભાઈ મહાલાને ટિકિટ આપી છે.

પાર્ટીએ એક દિવસ પહેલા મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો
કોંગ્રેસ પાર્ટીએ શુક્રવારે લોકસભા ચૂંટણી 2024 માટે તેનો મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો. તેને ન્યાય પત્ર નામ આપવામાં આવ્યું છે. આ મેનિફેસ્ટો 5 ‘ન્યાય’ અને 25 ‘ગેરંટી’ પર આધારિત છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો. પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં દરેક વર્ગ માટે ઘણા વચનો આપ્યા છે.