કેજરીવાલે આપેલું વચન પૂરું કર્યું- હવે દિલ્હી જેમ પંજાબમાં પણ એક જુલાઈથી મફત વીજળી મળશે

આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ની પંજાબ વિધાનસભામાં ભવ્ય જીત થઇ હતી. ચૂંટણી પહેલા કેજરીવાલ સરકારે (Kejriwal government) પંજાબની જનતાને વચનો આપ્યા હતા. જેમનું એક છે ‘સસ્તી વીજળી’. જેવી રીતે દિલ્હીમાં ઘરદીઠ ૨૦૦ યુનિટ ફરી વીજળી મળી રહી છે, તેવી જ રીતે હવે પંજાબમાં પણ આવનારી એક જુલાઈથી ૩૦૦ યુનિટ ફ્રી વીજળીની જાહેરાત પંજાબની આપ સરકારે કરી છે.

પંજાબમાં પહેલીવાર આમ આદમી પાર્ટીની સરકાર વિધાનસભામાં બજેટ રજૂ કરી રહી છે. નાણામંત્રી હરપાલ સિંહ ચીમા બજેટ વાંચી રહ્યા છે. નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ જાહેરાત કરી છે કે 1 જુલાઈથી રાજ્યમાં મફત વીજળી આપવાનું વચન પૂરું કરવામાં આવશે.

નાણામંત્રી ચીમાએ કહ્યું કે સરકાર પ્રથમ ગેરંટી પૂરી કરવા જઈ રહી છે. પંજાબના દરેક ઘરને 1 જુલાઈથી દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે. માન સરકાર આ યોજના માટે નાણાકીય વ્યવસ્થા કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

એવું માનવામાં આવે છે કે બજેટમાં શિક્ષણ અને આરોગ્ય પર વધુ ધ્યાન આપવામાં આવશે. રાહતની વાત એ છે કે ભગવંત માન સરકાર આ બજેટમાં કોઈ નવો કર લાદશે નહીં. થોડી રાહત ચોક્કસપણે અપેક્ષિત છે. દિલ્લીમાં પણ દરેકને ૨૦૦ યુનિટ વીજળી માફ મળી રહી છે જયારે હવે પંજાબમાં પણ લોકોને આપેલા વચનને પૂરું કરી આપ સરકાર કટિબદ્ધ થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *