મુખ્યમંત્રી સહીત 21 સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો પત્ર મળતા પોલીસ તંત્ર થયું દોડતું

આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે(Jaish-e-Mohammed) એક પત્ર દ્વારા પંજાબ(Punjab)ને હચમચાવી નાખવાની ધમકી આપી છે. તેમના નિશાના પર મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann), રાજ્યપાલ સહિત અકાલી દળના નેતાઓ, જલંધરમાં શ્રી દેવી તાલાબ મંદિર, પટિયાલામાં કાલ માતા મંદિર સહિત 21 સ્થળો છે. સુલ્તાનપુર લોધી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર રાજબીર સિંહને ધમકીભર્યો પત્ર(Threat letter) મળ્યો છે.

ધમકી ભર્યો પત્ર જૈશ-એ-મોહમ્મદના એરિયા કમાન્ડર સલીમ અન્સારીના નામે છે. સુલતાનપુર લોધી પોલીસ સ્ટેશનના એસએચઓ બિક્રમજીત સિંહ તપાસમાં લાગેલા છે. પત્રમાં નેતાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. પત્રમાં 21 અને 23 મેના રોજ થયેલા બોમ્બ વિસ્ફોટોનો ઉલ્લેખ છે. સુલ્તાનપુર લોધી રેલ્વે સ્ટેશનના સ્ટેશન માસ્ટર રાજબીર સિંહના જણાવ્યા અનુસાર, પોસ્ટમેન બુધવારે બપોરે લગભગ 2.15 વાગ્યે એક પત્ર લઈને સ્ટેશન પર પહોંચ્યો હતો.

આ પત્ર સુપરવાઈઝર વિકાસ કુમારને મળ્યો હતો. પત્ર પર તેનું (સ્ટેશન માસ્તરનું) નામ લખેલું હતું, તેથી તે તરત જ પત્ર લઈને તેની પાસે આવ્યો. જ્યારે તેણે તેને ખોલીને વાંચ્યું તો એક પેજ પર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના એરિયા કમાન્ડર સલીમ અંસારી જમ્મુ-કાશ્મીરના સંદર્ભ સાથે લખેલું હતું કે કરાચી પાકિસ્તાન, જૈશ ઝિંદાબાદ અને પાકિસ્તાન ઝિંદાબાદ ખુદા મને માફ કરશે.

જીઆરપીના એસએચઓ બલબીર સિંહ ખુમાણે કહ્યું કે અગાઉ પણ તેમની પાસે આવી હસ્તાક્ષરવાળા પત્રો ઘણી વખત આવ્યા હતા. આ પત્રની હસ્તાક્ષર નિષ્ણાત દ્વારા તપાસવામાં આવશે. આ મામલે કેસ પણ નોંધવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *