બે અઠવાડિયા સુધી વધ્યુ લોકડાઉન, જાણો કઇ તારીખ સુધી રહેશે યથાવત

ગૃહ મંત્રાલયએ lockdown બાબતે મોટો નિર્ણય કરતા દેશભરમાં lockdown 17મી મે સુધી યથાવત રહેશે તેવો નિર્ણય કર્યો છે. બીજું lockdown 3 મે પૂર્ણ થાય તે…

ગૃહ મંત્રાલયએ lockdown બાબતે મોટો નિર્ણય કરતા દેશભરમાં lockdown 17મી મે સુધી યથાવત રહેશે તેવો નિર્ણય કર્યો છે. બીજું lockdown 3 મે પૂર્ણ થાય તે પહેલાં જ ત્રીજા lockdown ની જાહેરાત કરી દેવામાં આવી છે. અને આ lockdown વધુ ૧૪ દિવસ માટે જારી રહેશે.

મંત્રીમંડળની બેઠકમાં લાંબી ચર્ચા બાદ કોવિદ 19ની પરિસ્થિતિમાં દેશમાં lockdown યથાવત રાખવુ પડશે તેવું તારણ આવતા lockdown વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવેના લોકડાઉનમાં રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન માં અલગ અલગ રીતે પાલન કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પહેલેથી જ દેશભરના કોરોના પ્રભાવિત જિલ્લાઓને ત્રણ ઝોનમાં વિતરીત કરી દીધા છે.

ઓરેન્જ ઝોનમાં, વ્યક્તિઓ અને વાહનોની આંતર-જિલ્લા હેરફેર માટે પરવાનગી વાળી પ્રવૃત્તિ માટે જ મંજૂરી આપવામાં આવશે. ફોર-વ્હીલર્સમાં ડ્રાઈવર ઉપરાંત વધુમાં વધુ 2 મુસાફરો અને ટુ વ્હીલર્સ પર બે સવારીને મંજુરી આપવામાં આવશે: ગૃહ મંત્રાલય

રેડ ઝોનમાં બહારના વિસ્તારો, કંટેન્મેઈન્ટ ઝોન માં અમુક પ્રવુંર્ત્તિઓ પર ભારતભરમાં પ્રતિબંધ રહેશે. જેમાં સંકલ રીક્ષા, ઓટો રીક્ષા, ટેક્સી કેબ, આંતર જીલ્લાની બસ, વાળંદની દુકાન, સ્પા , સલુન પણ બંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે દેશભરમા કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 35000 વટાવી ચૂક્યો છે જ્યારે મૃત્યુનો આંકડો 1152 એ પહોંચ્યો છે. ગુજરાતમાં પણ કોરોના કેસ દિવસે દિવસે વધતા જઈ રહ્યા છે. ગુજરાતના નવ જિલ્લા રેડ ઝોન બતાવવામાં આવ્યા છે. ગઈકાલે ગુજરાતમાં નવા 313 કેસ સામે આવ્યા હતા અને અત્યાર સુધી 4395 કેસ સામે આવી ચુક્યા છે.

રેડ ગ્રીન અને ઓરેન્જ અનુસાર સ્વાસ્થ્ય મંત્રાલય ગાઈડલાઈન પણ જાહેર કરી દીધી છે. દેશની વાત કરીએ તો 130 જિલ્લાને રેડ ઝોન, 284 જિલ્લાને ઓરેન્જ ઝોન, જ્યારે 319 જિલ્લાઓને ગ્રીન ઝોન જાહેર કરાયા છે. કોરોના ની તીવ્રતા ને જોઈને અલગ અલગ રીતે છૂટછાટ આપવામાં આવી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *