પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત- અમૃતસરમાં મળ્યું ચાઈનીઝ ડ્રોન, BSF જવાને જપ્ત કર્યું 35 કરોડનું હેરોઈન

35 crore heroin seized in Amritsar: પંજાબ પોલીસ અને BSF સતત પાકિસ્તાનના ભારત પ્રત્યેના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવી રહ્યા છે. પછી તે પાકિસ્તાની આતંકવાદી મોડ્યુલ હોય…

35 crore heroin seized in Amritsar: પંજાબ પોલીસ અને BSF સતત પાકિસ્તાનના ભારત પ્રત્યેના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવી રહ્યા છે. પછી તે પાકિસ્તાની આતંકવાદી મોડ્યુલ હોય કે પાકિસ્તાની દાણચોરો પંજાબમાં ડ્રગ્સનો જથ્થો મોકલતા હોય. પંજાબ સામે પાકિસ્તાન કોઈ નાપાક હરકતો કરીને પાર ઉતરી શકતું નથી. પંજાબ પોલીસ અને BSFએ ફરી એકવાર પાકિસ્તાનના ઈરાદાઓને નિષ્ફળ બનાવ્યા છે. પંજાબ પોલીસ અને BSFએ ગઈકાલે રાત્રે પાકિસ્તાનથી અમૃતસર અને તરનતારન બોર્ડર પર મોકલવામાં આવેલ કરોડોની કિંમતનું હેરોઈન(35 crore heroin seized in Amritsar) ઝડપી પડ્યું છે.

પોલીસ અને BSF નું સંયુક્ત સર્ચ ઓપરેશન

મળતી માહિતી અનુસાર, રવિવારે રાત્રે રાજ્યની અમૃતસર અને તરનતારન બોર્ડર પર ડ્રોનની હિલચાલની જાણ થઈ હતી. આ પછી બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) અને પંજાબ પોલીસે સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ અને BSFએ તરનતારન અને અમૃતસર બોર્ડરના ખેપકરન ખાતે ડ્રોન સાથે કરોડોની કિંમતના હેરોઈનના પેકેટો જપ્ત કર્યા હતા. જે ડ્રોન વડે આ હેરોઈન પંજાબ મોકલવામાં આવી હતી તે ચીનમાં બનાવવામાં આવ્યા હતા.

અમૃતસરમાં મળ્યું મેડ ઇન ચાઇના ડ્રોન

માહિતી આપતાં BSFએ જણાવ્યું કે, મોડી સાંજે અમૃતસરના સરહદી ગામ ભૈનીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન આ વિસ્તારમાં ડ્રોનની હિલચાલ જોવા મળી રહી છે. આ પછી વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો અને સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ખેતરમાંથી તૂટેલું મેડ ઇન ચાઇના ડ્રોન અને તેની સાથે પીળા રંગનું પેકેટ મળી આવ્યું હતું. આ ડ્રોન ક્વાડકોપ્ટર DJI Movik-3 ક્લાસિક હતું. 2.146 કિલો હેરોઈનનું કન્સાઈનમેન્ટ પીળા પેકેટમાં લપેટાયેલું મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 14 કરોડ રૂપિયાથી વધુ છે.

35 કરોડની કિંમતનું હેરોઈન(35 crore heroin seized)

અમૃતસર બોર્ડરની જેમ બીએસએફ અને પંજાબ પોલીસે પણ રવિવારે રાત્રે તરનતારનના ખેમકરણમાં સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન બીએસએફ અને પોલીસ વિસ્તારમાં એક બળેલું પેકેટ મળી આવ્યું હતું. જેમાં 2.9 કિલો હેરોઈન અને 0.30 બોરના 4 રાઉન્ડ મળી આવ્યા હતા. આ હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે 21 કરોડ રૂપિયા છે. જો બંને જગ્યાએથી ઝડપાયેલા હેરોઈનની કિંમતને ધ્યાનમાં લેવામાં આવે તો તેની કુલ કિંમત 35 કરોડ રૂપિયા થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *