જાહેરમાં જ ભાન ભૂલ્યા પ્રેમીપંખીડા! રસ્તા વચ્ચે સ્કુટી પર એકબીજાને ચોટીને કરવા લાગ્યા બેડરૂમ વાળું કામ- જુઓ વિડીયો

Published on Trishul News at 6:24 PM, Sat, 7 October 2023

Last modified on October 7th, 2023 at 6:28 PM

Viral video of couple in Lucknow: યુપી(UP)માં રોડ સેફ્ટી અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ રાજધાની લખનઉ(Lucknow)માંથી એક વિડીયો સામે આવ્યો છે જે ટ્રાફિક પોલીસની મજાક ઉડાવી રહ્યો છે. લખનઉના પોશ માર્કેટ હઝરતગંજ(Hazratganj)માં એક યુવક અને યુવતી રસ્તાની વચ્ચે અશ્લીલતાની હદ વટાવતા જોવા મળ્યા હતા. હઝરતગંજના ભીડભાડ વાળા રોડ પર ચાલતી સ્કૂટી પર એક યુવક અને યુવતી રોમાન્સ(Couple Viral video) કરી રહ્યા હતા. આ ખતરનાક સ્ટંટનો વિડીયો(Video) સોશિયલ મીડિયા(Social media) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, એક યુવક રોડ પર સ્કૂટી ચલાવી રહ્યો છે અને યુવતી તેની સામે બેઠી છે. આટલું જ નહીં, છોકરી પણ છોકરાને વારંવાર કિસ કરતી જોવા મળે છે. ઘણા લોકોએ આ વિડીયોને અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર પણ કર્યો છે.

પાછળ ચાલી રહેલા બાઇક સવારે ઉતાર્યો વિડીયો:
મળતી માહિતી મુજબ, જ્યારે ચાલતી સ્કૂટી પર યુવક અને યુવતી વચ્ચે રોમાન્સ ચાલી રહ્યો હતો ત્યારે તેમના એક બાઇક સવારે તેના મોબાઇલથી આ વિડીયો બનાવ્યો હતો. જે બાદ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર મામલે હજુ સુધી પોલીસનું કોઈ નિવેદન સામે આવ્યું નથી.

વાયરલ વિડીયોની નોંધ લેતા હઝરતગંજ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ વિકી શર્મા તરીકે થઈ છે. આ સાથે એવું પણ જાણવા મળ્યું છે કે જે છોકરી સ્કૂટી પર હતી તે સગીર છે. અશ્લીલતા ફેલાવવા અને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવા બદલ વિકી શર્માની ધરપકડ કરવામાં આવી છે.

Be the first to comment on "જાહેરમાં જ ભાન ભૂલ્યા પ્રેમીપંખીડા! રસ્તા વચ્ચે સ્કુટી પર એકબીજાને ચોટીને કરવા લાગ્યા બેડરૂમ વાળું કામ- જુઓ વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*