નાગૌર (રાજસ્થાન): દરેક વ્યક્તિએ રામાયણમાં આવતા કુંભકર્ણ વિશે તો સાંભળ્યો અને જોયું પણ હશે. પરંતુ, આજે અમે તમને કળયુગી કુંભકર્ણ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. પશ્ચિમી રાજસ્થાનના જોધપુર સંભાગ સ્થિત નાગૌર જિલ્લામાં એક એવો વ્યક્તિ છે જે વર્ષમાં 300 દિવસ સુવે છે. જાણવા મળ્યું છે કે, તે નહાવાનું અને ખાવાનું પણ ઊંઘમાં જ કરે છે. તમને આ વાત સાંભળીને અજીબ લાગતી હશે પરંતુ આ હકીકત છે.
જાણવા મળ્યું છે કે, 42 વર્ષીય પુરખારામ એક અજીબ બીમારીથી પીડાઈ રહ્યા છે. ડૉકટરોના કહેવા મુજબ, આ એક એક્સિસ હાયપરસોમ્નિયાનો કેસ છે. આ બીમારી ખૂબ જ ઓછા લોકોમાં જોવા મળે છે. આ એક મનોવૈજ્ઞાનિક બીમારી છે. પુરખારામ એકવાર સૂઈ જાય, ત્યારબાદ તે 25 દિવસ સુધી ઊઠતા નથી. આ બીમારીની શરૂઆત 23 વર્ષ પહેલા થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બીમારીથી પીડિત પુરખારામને ગામના લોકો કુંભકર્ણ કહે છે.
મળતી માહિતી મુજબ, આ મામલો નાગૌર જિલ્લાના પરબતસર ઉપખંડના ભાદવા ગામ સાથે જોડાયેલ છે. પુરખારામને કરિયાણાની દુકાન છે. તેઓ મહિનામાં માત્ર 5 દિવસ દુકાન ખોલી શકે છે. નિષ્ણાંતોના કહેવા અનુસાર, પુરખારામને એક્સિસ હાયપરસોમ્નિયા નામની બીમારી છે. પુરખારામના પરિવારજનો અનુસાર એક વાર ઊંઘ્યા બાદ તે 20-25 દિવસો સુધી ઊઠતા નથી. જાણવા મળ્યું છે કે, બીમારીની શરૂઆતમાં પુરખારામ 5 થી 7 દિવસ સુધી ઊંઘતા હતા. પરંતુ, તેમને ઊઠાડવામાં ખૂબ જ મહેનત કરવી પડતી હતી.
2015થી તેમની બીમારી વધી ગઈ
આ સમસ્યાથી પરિવારજનો પુરખારામને ડૉકટર પાસે લઈ ગયા હતું. પરંતુ, તેમની બીમારી વિશે ખબર પડી નહીં. ધીરે ધીરે પુરખારામના ઊંઘવાનો સમય વધી ગયો હતો. આ સમસ્યામાં વધારો થતા પુરખારામ 25 દિવસ સુધી ઊંઘ્યા કરે છે. ડૉકટર આ બીમારીને ખૂબ જ દુર્લભ ગણાવે છે. તબીબોએ જણાવ્યું કે, આ બીમારીમાં વ્યક્તિ ઊંઘ્યા કરે છે. રવિવારે પુરખારામ 12 દિવસની ઊંઘ કરીને ઊઠ્યા છે. ઊંઘ પૂરી થતા પુરખારામે દુકાન ખોલી છે. તેમની પત્ની લિછમી દેવીએ ખૂબ જ મહેનતથી તેમને ઊંઘમાંથી ઉઠાડ્યા છે.
પુરખારામ જણાવે છે કે, તેમને કોઈ સમસ્યા નથી તેમને માત્ર ઊંઘ આવે છે. તેઓ ઊઠવા ઈચ્છે છે. પરંતુ, તેમનું શરીર તેમનો સાથ જ નથી આપતું. વર્ષ 2015થી તેમની આ સમસ્યામાં વધારો થયો છે. પહેલા તેમને 18-18 કલાક ઊંઘ આવતી હતી. ધીરે-ધીરે તેમનો ઊંઘવાનો સમય વધતો ગયો હતો. ક્યારેક ક્યારેક તેઓ 20-25 દિવસ સુધી ઊંઘ્યા કરે છે. પુરખારામ આ બીમારીનો ઈલાજ કરાવીને થાકી ગયા છે. હવે બધુ જ રામભરોસે છે. આ ઉપરાંત, પુરખારામે જણાવ્યું કે તેઓ ભૂખ્યા રહે છે તો તેમને ઊંઘ આવતી નથી.
ખાવા-પીવાનું બધુ જ ઊંઘમાં
વધુમાં પુરખારામે જણાવ્યું કે, તેમને વધુ ઊંઘ આવશે તેવી તેમને પહેલાથી જ ખબર પડી જાય છે. એક દિવસ પહેલા તેમને માથુ દુખવા લાગે છે. ઊંઘ્યા બાદ તેઓ ઊઠી શકતા નથી. આ દરમિયાન, પરિવારજનો તેમને ઊંઘમાં જ જમાડે છે. પુરખારામની બીમારીનો ઈલાજ થઈ શક્યો નથી. તેમની માતા કંવરી દેવી અને પત્ની લિછમી દેવીને આશા છે કે બધું જ જલ્દી સારું થઈ જશે અને પુરખારામ સામાન્ય જીવન જીવવા લાગશે.
ટ્યૂમર કે માથાની ઈજાને કારણે આ બીમારી થવાની આશંકા
આ બીમારી અંગે ફિઝિશિયન ડૉકટર બી.આર. જાંગિડે જણાવ્યું કે, આ એક હાયપરસોમ્નિયાનો કેસ છે. આ બીમારી ખૂબ જ ઓછા લોકોમાં જોવા મળે છે. આ એક મનોવૈજ્ઞાનિક બીમારી છે. તેમણે વધુમાં કહ્યું કે, જૂનું ટ્યૂમર કે માથાની ઈજાને કારણે આ પ્રકારની બીમારી થઈ શકે છે. આવી બીમારી મેડિકલ સાયન્સમાં જોવા મળી છે તો તે મનોવૈજ્ઞાનિક જ જોવા મળી છે. આ બીમારીનું રોલઆઉટ બનાવીને તેનો ડાયગ્નોસિસ કરીને ઈલાજ થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.