Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના દ્વિતીય દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં રાજકીય, સામાજિક અને ઓદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓ પ્રમુખસ્વામી મહારાજ નગરનાં દર્શનાર્થે પધાર્યા હતા. તેઓ આજના વિશિષ્ટ ‘પરાભક્તિ’ કાર્યક્રમમાં સમ્મિલિત થયા હતા.
આ પરાભક્તિ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલા રહ્યા હતા ઉપસ્થિત:
પુરુષોતમ રૂપાલાએ જણાવતા કહ્યું હતું કે, આ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના આયોજનને ગુજરાતમાં સાકાર કરવામાં આવ્યું તે મહંત સ્વામી મહારાજ ની ઉત્કૃષ્ટ ગુરુભક્તિનો નમૂનો છે. પ્રમુખસ્વામી મહારાજે સુખ દુઃખના પ્રસંગોમાં મારા વાંસા માં ધબ્બા માર્યા છે તેને યાદ કરતા આજે પણ હું રોમાંચિત થઈ જઉં છું અને ફૂલદોલ ઉત્સવમાં પણ એમના હાથે રંગાવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
વધુમાં તેમણે જણાવતા કહ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજ હમેશા મને ટકોર કરતા કે “સંપીને રહેજો” અને સંપનો સંદેશો આપતા. નર્મદામૈયાના નીર આજે ગુજરાતના ખૂણા ખૂણામાં પહોચ્યા એની પાછળ પ્રમુખસ્વામી મહારાજની અંતર ની પ્રાર્થના અને ભગવાનમાં રહેલી શ્રધ્ધા છે.
આ નગરમાં સેવા આપતા તમામ સ્વયંસેવકોને મારે દંડવત પ્રણામ કરવા છે કારણકે અહીં આવેલા દુનિયા ભરના લોકો જ્યારે પાછા પોતાના વતન જશે ત્યારે દિવ્ય ગુજરાતની ઓળખ લઈને જશે કારણકે પ્રમુખસ્વામી મહારાજ નગર અને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ પ્રધામંત્રી નરેન્દ્ર મોદીના “દિવ્ય ગુજરાત”ના સ્વપનને સાકાર કરશે.
વધુમાં પુરુષોતમ રૂપાલાએ કહ્યું હતું કે, “પ્રમુખસ્વામી મહારાજ સાચા અર્થમાં વિશ્વવંદનીય સંત છે.” “અબુધાબીમાં શેખો વચ્ચે હિન્દુ સંત અને હિન્દુ મંદિરને જોઈને મારી છાતી ગજ ગજ ફૂલે છે.” “મારું ભારત હવે સ્વચ્છતા અભિયાનને વરી ચૂક્યું છે અને એનું ઉત્તમ ઉદાહરણ એ પ્રમુખસ્વામી મહારાજ નગર અને અહીંની સ્વચ્છતા છે.” “પ્રમુખસ્વામી મહારાજ માં જોવા મળતી સરળતા અને દિવ્યતા ઇદમ્ આજે મહંતસ્વામી મહારાજમાં જોવા મળે છે.”
વર્તમાન કાળમાં મહંતસ્વામી મહારાજ જેવી વિભૂતિ બિરાજે છે તો તેમના આશીર્વાદથી ભારત મહાસત્તા જરૂર બનશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે. પ્રમુખ સ્વામી મહારાજે નિર્માણ કરેલ ભણેલા-ગણેલા સાધુ સંતોની સેના એ વર્તમાન ભારત ને ઉત્કૃષ્ટ ભારત બનાવવામાં અતુલ્ય યોગદાન આપશે. પ્રકૃતિ અને પ્રાણીઓમાંથી જીવનના મૂલ્યો શીખવા મળે એવું આ પ્રથમ નગર છે જે ભવિષ્યની પેઢીને પણ ઉચ્ચ જીવનનાં મૂલ્યો શીખવશે.
આ સંધ્યા સભાના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ મહાનુભાવો:
શ્રી ત્રિદંડી ચિન્ના શ્રીમન્નારાયણ રામાનુજ જિયર સ્વામી, સંસ્થાપક: જિયર ઇન્ટેગ્રેટેડ વેદિક એકેડેમી ( JIRA), અનંત ગોએન્કા, એક્ઝીક્યુટીવ ડીરેકટર, ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ,પુરુષોતમ રૂપાલા, કેન્દ્રીય મંત્રી, સુધીર નાણાવટી, પ્રમુખ, ગુજરાત લો સોસાયટી યુનિવર્સિટી સુરેશ શેલત, પૂર્વ એડવોકેટ જનરલ, ( ગુજરાત સરકાર ), ડૉ જે રામેશ્વર રાવ, ફાઉન્ડર ચેરમેન – મી હોમ ગ્રુપ (TV 9 ), કલ્પેશ સોલંકી, ગ્રુપ મેનેજિંગ એડિટર – એશિયન મીડિયા ગ્રુપ(ગરવી ગુજરાત)અને CA ડૉ ગિરીશ આહુજા, ટેક્સ એક્સપર્ટ અને શિક્ષણવિદ હાજર રહ્યા હતા.
જો વાત કરવામાં આવે તો વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPS સંસ્થા 160 કરતાંય વધુ પ્રવૃતિઓથી પ્રત્યેક માનવના સર્વતોમુખી ઉત્કર્ષ માટે અભૂતપૂર્વ આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાઓની ભાગીરથી વહાવી રહી છે. નૈતિક મૂલ્યોનું પ્રસારણ હોય, વ્યસનમુક્તિ હોય, પર્યાવરણ સંરક્ષણ હોય કે આદિવાસી ઉત્થાન હોય, પ્રમુખસ્વામી મહારાજની કરુણા પ્રત્યેક વર્ણ-વય, જ્ઞાતિ-જાતિ, દેશ-વેશ અને ધર્મ-કર્મની વ્યક્તિઓ પર વરસી છે.
અમે તમને જણાવી દઈએ કે, 1200 કરતાં વધુ મંદિરોના સર્જનથી, 5000 થી વધુ સત્સંગ કેન્દ્રો દ્વારા, 100 થી અધિક શાળાઓ અને હૉસ્પિટલોના નિર્માણથી પ્રમુખસ્વામી મહારાજે વિશ્વનું કલ્યાણ કર્યું છે. પવિત્રતાથી પરિપૂર્ણ એવા પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત 1100 કરતાં વધુ સંતો, 7,050,00 કરતાં વધુ લખાયેલાં પત્રો, 17,000 થી વધુ ગામોમાં કરાયેલા વિચરણ અને 2,050,00 કરતાં વધુ ઘરોમાં પધરામણી દ્વારા તેમણે લાખો મનુષ્યોનું જીવન ધન્ય કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.