Allu Arjun get emotional: સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 રિલીઝ પહેલા જ ઘણા રેકોર્ડ બનાવી ચુકી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પૂરજોશમાં થઈ રહ્યું છે અને હવે ફિલ્મની લગભગ 10 લાખ ટિકિટ વેચાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ આંકડા પર નજર કરીએ તો ફિલ્મ તેના પહેલા દિવસે લગભગ 50 કરોડ રૂપિયાની કમાણી કરશે. જોકે, આ દરમિયાન અલ્લુ અર્જુન (Allu Arjun get emotional) રડી પડ્યો હતો. એવુ તો શું થયું કે અલ્લુ પોતાની આંખોના આંસુ પર કાબૂ ન રાખી શક્યો, ચાલો તમને જણાવીએ. આ સિવાય ફિલ્મે રિલીઝ પહેલા જ 5 મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે.
ફિલ્મ પહેલા દિવસે 50 કરોડની કમાણી કરશે!
5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહેલી આ ફિલ્મે એડવાન્સ ટિકિટ બુકિંગના મામલે 10 લાખનો આંકડો પાર કરી લીધો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, જો આપણે સમગ્ર ભારત અને બહારની વાત કરીએ તો ફિલ્મની ટિકિટના આંકડા પરથી એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે ફિલ્મ તેના પહેલા જ દિવસે 50 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી જશે. આ સાથે આ ફિલ્મ આવું કરનારી પ્રથમ તેલુગુ ફિલ્મ બની ગઈ છે.
Indian Cinema ki oka benchmark ivvabothunnaru Sukku and Allu Arjun!#Pushpa2TheRule pic.twitter.com/9SBdFjvKQb
— Chitra Alochana (@CAlochana) December 3, 2024
કલ્કીએ બાહુબલી 2ને પાછળ છોડી દીધી છે
અલ્લુ અર્જનની ફિલ્મે ટિકિટના વેચાણના મામલામાં બ્લોકબસ્ટર ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે. આ ફિલ્મે ‘કલ્કી 2898AD’, ‘બાહુબલી 2’ના રેકોર્ડ તોડી નાખ્યા છે. અલ્લુ અર્જુનની આ ફિલ્મને અમેરિકામાં દર્શકોનો શ્રેષ્ઠ પ્રતિસાદ મળી રહ્યો છે. આ મામલે પણ આ ફિલ્મે ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે.
સૌથી મોટી હિન્દી ફિલ્મનો રેકોર્ડ
આ ફિલ્મ લગભગ 11,500 સ્ક્રીન્સ પર રિલીઝ થશે, જે પછી આ ફિલ્મને પહેલાથી જ સૌથી મોટી હિન્દી ફિલ્મ કહેવામાં આવી રહી છે. આ ફિલ્મની રિલીઝ સાથે જ મોટા રેકોર્ડ્સ તૂટવાના છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App