તાજેતરમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અલ્લુ અર્જુને ફિલ્મ પુષ્પામાં ચંદનની દાણચોરી કરવા માટે જે પદ્ધતિ બતાવી છે તેને ડ્રગ સ્મગલિંગ(Drug smuggling) સિન્ડિકેટે અપનાવી છે. તે જ તર્જ પર હવે ગેરકાયદેસર દારૂ અને ગાંજાની દાણચોરી થઈ રહી છે. તાજેતરમાં આગ્રા(Agra)માં એક ટેન્કર(Tanker)માંથી 35 લાખ રૂપિયાનો ગેરકાયદેસર દારૂ ઝડપાયો હતો. હવે બે કરોડ રૂપિયાનો ગાંજો પકડાયો છે. ધરપકડ કરાયેલા આરોપીઓએ કબૂલાત કરી છે કે પુષ્પા ફિલ્મ જોયા બાદ તેમને આ વિચાર આવ્યો હતો.
હરિપર્વત પોલીસે 27 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી પહેલા આગ્રાના ટીપી નગર પાસે એક ટેન્કરમાંથી દારૂની 360 પેટીઓ પકડી પાડી હતી. તસ્કરોએ તેને કેમિકલ ટેન્કરમાં સંતાડી દીધું હતું. પોલીસે ટેન્કરની ઝીણવટભરી તપાસ કરતાં ટેન્કરના તળિયામાંથી આશરે રૂ.36 લાખનો ગેરકાયદેસર દારૂ મળી આવ્યો હતો. હરિયાણાથી ગેરકાયદેસર દારૂ લાવનારા દાણચોરો યુપીની ચૂંટણીમાં તેનો વપરાશ કરવાની તૈયારી કરી રહ્યા હતા.
ગુરુવારે, સિકંદરા પોલીસે એન્કાઉન્ટરમાં ત્રણ દાણચોરોની ધરપકડ કરી હતી અને લગભગ બે કરોડ રૂપિયાનો ગાંજો પકડ્યો હતો. ગાંજાને કોલસાના ટેન્કરમાં સંતાડીને તસ્કરો લઈ જતા હતા. પોલીસે કોલસાના ટેન્કરમાંથી 18.20 ક્વિન્ટલ ગાંજા જપ્ત કર્યો હતો. આ કેસમાં પણ પોલીસની પૂછપરછ દરમિયાન તસ્કરોએ જણાવ્યું હતું કે, તેઓએ પુષ્પા ફિલ્મ જોયા બાદ આ આઈડિયાનો ઉપયોગ કર્યો હતો.
આગ્રામાં, એતમાદ-ઉદ-દૌલા પોલીસે તાજેતરમાં શાહદરા વિસ્તારમાં ચેકિંગ દરમિયાન કેન્ટરમાં લઈ જવામાં આવતો 4.72 ક્વિન્ટલ ગાંજો પકડ્યો હતો. શાહદરા વિસ્તારમાં પોલીસે જ્યારે કેન્ટરને રોક્યું ત્યારે તેમાંથી નીચે ઉતરીને બે યુવકો દોડવા લાગ્યા. પોલીસે દોડી જઈને યુવકોની ધરપકડ કરી હતી. જ્યારે કેન્ટરની તપાસ કરવામાં આવી ત્યારે ક્રેટની નીચેથી ગાંજાની બોરીઓ મળી આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.