રશિયા-યુક્રેન(Russia-Ukraine) યુદ્ધ(War)નો આજે 31મો દિવસ છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને(Vladimir Putin) ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં પરમાણુ(Atom) સબમરીન(Submarine) શરૂ કર્યા હોવાથી યુદ્ધ વધુ તીવ્ર થવાની ધારણા છે. રશિયન સબમરીન 16 બેલેસ્ટિક મિસાઈલ લઈ જવા માટે સક્ષમ છે. પુતિને પહેલાથી જ ન્યુક્લિયર ડિટરન્ટ ફોર્સને એલર્ટ રહેવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ, જર્મનીથી 1,500 સ્ટ્રેલા એન્ટી એરક્રાફ્ટ મિસાઇલો અને 100 MG3 મશીનગનનો કન્સાઇનમેન્ટ યુક્રેન પહોંચ્યો છે.
યુક્રેન પર રશિયાનું આક્રમણ એક મહિના કરતાં વધુ સમયથી ચાલી રહ્યું છે અને મોસ્કોનું આક્રમણ અટકતું જણાતું નથી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેના પરમાણુ દળોને વિશેષ એલર્ટ પર મૂક્યાના કલાકો પછી રશિયાએ તેની પરમાણુ સબમરીનને દરિયામાં ઉતારી છે. જેના કારણે પરમાણુ યુદ્ધની શક્યતા પણ વધી ગઈ છે.
રશિયન ન્યુક્લિયર સબમરીન 16 બેલેસ્ટિક મિસાઈલ લઈ જઈ શકે છે
રશિયન ન્યુક્લિયર સબમરીન એકસાથે 16 બેલેસ્ટિક મિસાઈલ લઈ જવા માટે સક્ષમ છે. આ સબમરીનને ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં ઉતારવામાં આવી છે. રશિયાના આ પગલાને લઈને નિષ્ણાતોનું માનવું છે કે ક્રેમલિન પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે કોઈપણ હદ સુધી જાય તેવું લાગે છે. રશિયા પર નજર રાખનારા નિષ્ણાતો કહે છે કે પુતિન આક્રમક વ્યૂહરચના માટે પરમાણુ ધમકીઓ આપી રહ્યા છે. તેણે 2014ના ક્રિમિયન યુદ્ધ દરમિયાન પણ આવું જ કર્યું હતું.
શું હકીકતમાં રશિયા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરશે?
અહેવાલો અનુસાર, રશિયાએ 3 માર્ચથી તેના પરમાણુ હથિયારોને હાઈ એલર્ટ પર મૂક્યા છે. 22 માર્ચે, મોસ્કોએ નાટોને ધમકી આપી હતી કે જો નાટો સરહદ પાર કરશે તો ક્રેમલિન પરમાણુ હુમલો કરવાનું ચૂકશે નહીં. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે જો રશિયાને “અસ્તિત્વ માટેના ખતરા”નો સામનો કરવો પડશે તો તે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે.
આ પરમાણુ સબમરીન ટૂંક સમયમાં રશિયા પરત આવી ગઈ છે અને ત્યારથી પ્રવૃત્તિઓ સામાન્ય છે. પરંતુ રશિયાના પગલાથી પશ્ચિમી ગુપ્તચર એજન્સીઓ ક્રેમલિનના પરમાણુ શસ્ત્રોના ભંડાર પર ચાંપતી નજર રાખી રહી છે. રશિયાના જનરલ સ્ટાફના ફર્સ્ટ ડેપ્યુટી ચીફ કર્નલ જનરલ સેરગેઈ રુડસ્કોયે મીડિયાને જણાવ્યું કે,
સામાન્ય રીતે ઓપરેશનના પ્રથમ તબક્કાના તમામ મુખ્ય કાર્યો પૂર્ણ થઈ ગયા છે. તેથી હવે અમે મુખ્ય ધ્યેય હાંસલ કરવાના પ્રયાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ અને આ મુખ્ય ધ્યેય ડોનબાસની મુક્તિ છે. તેણે કહ્યું છે કે જ્યાં સુધી રશિયન સેના ડોનબાસ અને લુહાન્સ્કને મુક્ત નહીં કરે ત્યાં સુધી અમે પાછા હટીશું નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.