પીવી સિંધુ બાદ લક્ષ્ય સેને મારી બાજી, જોનાથન ક્રિસ્ટીને હરાવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી

Paris Olympics 2024:  પેરિસ ઓલિમ્પિક્સ 2024ના 5મા દિવસે ભારત માટે ખૂબ જ સારી શરૂઆત થઈ જેમાં સ્ટાર ટેનિસ ખેલાડી પીવી સિંધુએ તેની બીજી ગ્રુપ મેચમાં એસ્ટોનિયાની ક્રિસ્ટા કુબાને 2 સીધા સેટમાં હરાવ્યો અને પ્રી-ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું. ક્વાર્ટર ફાઈનલ(Paris Olympics 2024) માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

અત્યાર સુધી સિંધુએ પેરિસ ઓલિમ્પિકની બંને મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં તેણે એકતરફી મેચ જીતી છે. સિંધુએ આ મેચ પણ 34 મિનિટમાં ખતમ કરી દીધી હતી. લક્ષ્ય સેને પણ મેન્સ બેડમિન્ટન સિંગલ્સના ગ્રુપ સ્ટેજની મેચમાં ઈન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીને 2 સીધા સેટમાં હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

ક્રિસ્ટા કુબાને બંને સેટમાં કમબેક કરવાની કોઈ તક આપવામાં આવી ન હતી
પીવી સિંધુએ આ ગ્રુપ સ્ટેજની મેચનો પ્રથમ સેટ એસ્ટોનિયન ખેલાડી ક્રિસ્ટા કુબા સામે 21-5ના માર્જીનથી જીત્યો હતો. આ મેચમાં પીવી સિંધુએ બીજો સેટ 21-10થી જીતીને સતત બે સેટમાં મેચ જીતીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. આ પહેલા સિંધુએ ગ્રુપ-Mમાં પોતાની પ્રથમ મેચમાં માલદીવની ફાતિમા નબાહા અબ્દુલ રઝાકને હરાવ્યો હતો. સિંધુએ આ મેચ પણ 21-9 અને 21-11થી જીતી હતી.

લક્ષ્ય સેને પણ શાનદાર જીત નોંધાવી હતી
ભારતીય પુરૂષ બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને પેરિસ ઓલિમ્પિકમાં બેડમિન્ટનના મેન્સ સિંગલ રાઉન્ડમાં પોતાના ગ્રુપ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ઈન્ડોનેશિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડી જોનાથન ક્રિસ્ટીને સતત 2 સેટમાં હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઈનલ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. લક્ષ્ય, જે પ્રથમ સેટની શરૂઆતમાં થોડો પાછળ હતો, તેણે પાછળથી પુનરાગમન કરીને તેને 21-18થી જીતી લીધો. બીજા સેટમાં લક્ષ્યે જોનાથનને કોઈ વાપસી કરવાની કોઈ તક આપી ન હતી અને તેને 21-12થી જીતીને પ્રી-ક્વાર્ટર ફાઈનલ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.