સુરત(ગુજરાત): અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી(Shri Laxminarayanadev Gadi)ના તમામ ભક્તો અવારનવાર સમાજની મદદ માટે આગળ આવતા હોય છે. ઘણી વાર તેઓ સમાજને પ્રેરણા આપવા માટે અનેક શિબિરોનું આયોજન(Planning of camps) કરતા હોય છે. ત્યારે અખિલ ભારતીય દક્ષિણ વિભાગ(All India South Division) શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદીના તમામ સ્ત્રીભક્તોના ગુરૂપદે બિરાજમાન પ.પૂ.અ.સૌ.ગાદીવાળા માતૃશ્રી(P.P.A.Sau.Gadiwala Matrushri) ના રુડા આશીર્વાદ તેમજ પ.પૂ.બાબારાજાશ્રી ના શુભ માર્ગદર્શન હેઠળ સુરત મહિલા મંડળ દ્વારા આયોજિત “ત્રિમાસિક સત્સંગ સભા એવમ મહિલા સશક્તિકરણ શિબિર(Quarterly Satsang Sabha and Women’s Empowerment Camp)” નું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં પ.પૂ અ.સૌ.ગાદીવાળા માતૃશ્રીએ સર્વે સ્ત્રીહરીભક્તોને સ્વસાનિધ્યથી કૃતકૃતાર્થ કર્યા હતા. એટલું જ નહીં, યુવતીઓએ ઉત્સાહ સભર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સભાની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે એક વૃક્ષારોપણનું મહત્વ સમજાવતું એક સુંદર નાટ્ય દર્શાવવામાં આવ્યું હતું. આ નાટ્ય ભક્તોના મનમાં ઘર કરીને બેસી ગયું હોય તેવું લાગી રહ્યું છે.
આ ઉપરાંત પ.પૂ.બાબારાજાશ્રીએ શ્રીજી મહારાજે કરેલ શ્રીમદ્ સત્સંગીજીવન આદી સત્શાસ્ત્રોનો ઉલ્લેખ કરીને ભક્તોને પોતાની મધુર વાણીનો લાભ પાઠવ્યો હતો. એટલું જ નહીં, આજ્ઞાનું પાલન કરીને શ્રીજી મહારાજને રાજી કરવાની કુંજીઓ પણ જણાવી હતી.
આ ઉપરાંત સ્વયં શ્રીજી મહારાજ દ્વારા પ્રસ્થાપીત ષડઅંગી સંપ્રદાય અંગે માહિતી આપીને મૂળ સિદ્ધાંતોનું પાલન કરવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, સાચા અર્થે આશ્રિત થવાનો ઉત્તમ ઉપદેશ પણ જણાવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન કરવાથી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના તમામ સ્ત્રી ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.