પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જન ધન યોજના લાગુ કરવામાં આવી હતી. જન ધન યોજના હેઠળ બેંકમાં કરોડો નવા ખાતા ખુલ્યા. જનતાએ પોતાની મહેનત થી કમાયેલા અબજો રૂપિયા બેંકમાં જમા કર્યા. લોકોએ પોતાના પૈસા બેંકમાં સુરક્ષિત છે એમ માનીને પોતાના બધા જ રૂપિયા બેંકમાં જમા કરાવી દીધા હતા. 2015માં જન ધન યોજના લાગુ કરવામાં આવી અને 2016માં જ નોટ બંધી થઈ. નોટ બંધી ના સમયે એ જ ભોળી જનતા પોતાના જ નાણાં ઉપાડવા માટે લાઈનમાં લાગી ગઈ હતી. સેંકડો લોકોએ નોટબંધી ને કારણે પોતાના જીવ ગુમાવ્યા. હવે આવો જ એક બેંક કૌભાંડ ને લગતો કિસ્સો સામે આવ્યો છે.
RBIએ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કૉ ઓપરેટિવ બેંક (PMC બેંક) પર 6 મહિના સુધી આંશિક પ્રતિબંધ મૂક્યો છે. આ સમય દરમિયાન બેંક કોઈને પણ લોન નહી આપી શકે અને બેંકના ખાતાધારકો બેંકમાંથી માત્ર 10,000 રૂપિયા જ ઉપાડી શકાશે. પહેલા આ લિમિટ 1000 રૂપિયા હતી જે વધારીને 10 હજાર કરવામાં આવી. આ વખતે પણ જનતા પોતાના જ પૈસા બેન્કમાંથી ઉપાડવા માટે પરેશાન થઈ ચૂકી છે.
આ બેંકમાં અંદાજે 9 લાખ ગ્રાહકો છે. કેટલાય લોકોએ પોતાના જીવનની આખી કમાણી બેંકમાં મૂકી હશે, શું છ મહિના માટે 10,000 રૂપિયા આપવા યોગ્ય છે? કેટલાય લોકોને પોતાના બાળકોને ફીઝ ભરવાની હશે, તો કેટલાય માબાપને પોતાના બાળકોના લગ્ન માટેની તૈયારી કરવાની હશે. આ લોકો પૈસા ક્યાંથી લાવશે?
બેંકની બરબાદી પાછળ નું કારણ HDIL નામની કન્સ્ટ્રક્શન કંપનીને ગણવામાં આવે છે. બેંકે HDIL ને 2500 કરોડની લોન આપેલી હોવાનું જાણવા મળ્યું છે. હવે આ કંપની નાદાર છે. બેંક ના પૈસા ડૂબી ગયા છે. બેંકના સંચાલકો અને આ કંપનીના સંચાલકો ની સાંઠગાંઠથી આ કૌભાંડ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. PMC બેંકના ચેરમેન વર્યમ સિંહ 9 વર્ષ સુધી HDIL કંપનીના બોર્ડમાં સામેલ રહ્યા છે. તેમણે વર્ષ 2015માં ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપ્યું હતું.
બેંક કૌભાંડ ના સબંધો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે :-
RBI દ્વારા PMC બેંક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા બાદ આ ઠગાઈના તાર ભાજપ નેતાઓ સાથે જોડાઈ રહ્યા છે. હકીકતમાં બેંકના એક ડિરેક્ટર રજનીત સિંહ બેંકમાં એક સહ ડિરેક્ટરના પદ પર છે અને મુંબઈના મુલુંડથી 4 વખત ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે. રજનીત ખુજ પણ ભાજપના સભ્ય છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ મેળવવાના પ્રબળ દાવેદાર છે. રજનીત સિંહ ઉપરાંત બેંકના અન્ય 12 ડિરેક્ટરો પણ ભાજપ સાથે સંકળાયેલા હોવાનું મનાય છે. જો કે રજનીત સિંહે જણાવ્યું કે, બેંકમાં થયેલી ગેરરિતિઓ સાથે તેમને કોઈ લેવાદેવા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.