હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં આવેલ વડોદરા શહેરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ C.R. Patil ના પ્રવાસનો બીજો દિવસ છે ત્યારે ભાજપના કાર્યકરો તેમને મળવા માટે કાર્યલય પહોંચ્યા હતા. જેમાં ભાજપના સાંસદ રંજન ભટ્ટ પણ હાજર રહ્યાં હતા. આ અવસરને યાદગાર બનાવી રાખવા માટે રંજન ભટ્ટ દ્વારા એક મહત્વની પહેલ કરવામાં આવી હતી.
સુકન્યા સમૃદ્ધિ યોજનાની પાસબુક દીકરીઓને આપી:
સુકન્યા સમૃદ્ધિ યોજનાની પાસબુક દીકરીઓને આપવામાં આવી હતી. CR પાટીલનાં હસ્તે કુલ 50 દીકરીઓને આ પાસબુક આપવામાં આવી છે કે, જેમાં સાંસદ રંજન ભટ્ટે કુલ 5.25 લાખના ખર્ચે ખાતા ખોલાવ્યા છે. કુલ 2,100 દીકરીઓના પોસ્ટમાં ખાતા ખોલવામાં આવ્યા છે. તમામ દીકરીઓના ખાતામાં કુલ 250 રૂપિયા ભર્યા હતા.
શું છે આ યોજના?
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ટૅક્સની છૂટ પણ મળે છે. દીકરી ઘરની લક્ષ્મીની સાથે જ શક્તિસ્વરૂપ છે. દીકરીના અભ્યાસ માટે તેમજ તેના લગ્નની ચિંતાથી તમે મુક્ત થઈ શકો એની માટે દીકરી માટે પૈસાની ચિંતાને દૂર કરવા માટે મોદી સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે.
દેશની દીકરીઓ આત્મનિર્ભર બને તેમજ ઉન્નતિ કરે એની માટે બેટી બચાવો-બેટી પઢાઓ કૅમ્પેનમાં PM નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી વર્ષ, 2015માં સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરી હતી. જેથી હવે દેશની તમામ દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત બન્યું છે. દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત બેંકમાં અકાઉન્ટ ખોલી આપવામાં આવે છે.
શું છે ખાસિયત?
દર વર્ષે ઓછામાં ઓછામાં ઓછા કુલ 250 તેમજ વધારેમાં વધારે કુલ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. જમા રકમ પર વાર્ષિક કુલ 9.3% નાં હિસાબે વ્યાજ મળે છે. નવા નિયમ મુજબ દીકરીના લગ્ન પર 100% રકમ ઉપાડી શકાય છે. જમા રકમ પર 80-C અંતર્ગત ટૅક્સની છૂટછાટ મળે છે. દીકરી 21 વર્ષની થયા બાદ વ્યાજ મળશે નહિ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle