બે પેજની સુસાઇડ નોટ લખી લાજપોર જેલમાં દુષ્કર્મના આરોપીનો આપઘાત- પ્રેમિકા માટે લખ્યા આ અંતિમ શબ્દો

વધુ એક આપઘાતની ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા સુરત શહેર માંથી સામે આવી છે. સુરત શહેરમાં આવેલી લાજપોર મધ્યસ્થ જેલમાં કેદ અડાજણ પોલીસ સ્ટેશનના પોક્સો એક્ટ…

વધુ એક આપઘાતની ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા સુરત શહેર માંથી સામે આવી છે. સુરત શહેરમાં આવેલી લાજપોર મધ્યસ્થ જેલમાં કેદ અડાજણ પોલીસ સ્ટેશનના પોક્સો એક્ટ હેઠળના આરોપીએ પ્રેમમાં હતાશ થઇને આપઘાત કરી લીધો છે. આરોપીએ આપઘાત કરતા પહેલા માતા-પિતા અને સગીર પ્રેમિકાને ઉદ્દેશીને બે પેજની સુસાઇડ નોટ લખી છે. સુસાઇડ નોટ લખ્યા બાદ ટોઈલેટમાં એકઝોસ્ટ ફેન સાથે ચાદર બાંધી ફાંસો ખાઇ પોતાનું જીવન ટુકાવ્યું હતું. સુસાઈડ નોટમાં પ્રેમિકાને ઉદ્દેશી માટે લખ્યું છે કે, ‘હું તને બહુ પ્રેમ કરું છું, શક્ય હોય તો દર મહિને મારાં માતા-પિતાને મળતી રહેજે.’

ગત સપ્ટેમ્બર 2022માં અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો એક્ટના ગુનાના આરોપી અવિનાશ ઉર્ફે અવી કાશીનાથ સામુદ્રે 20 ફેબ્રુઆરી 2023 થી લાજપોર મધ્યસ્થ જેલમાં યાર્ડ નંબર 10ની બેરેક નંબર  4 માં કેદ હતો. મેળલી માહિતી અનુસાર અવીની ઉમર 23 વર્ષ હતી અને તે મહારાષ્ટ્રના નંદુરબાર જીલ્લામાં આવેલા સહાદાનો હતો. ગત રાતે 2.15 કલાકે ઊંઘમાંથી ઊઠેલો અવી ટોઈલેટમાં ગયો અને એક્ઝોસ્ટ ફેન સાથે ચાદર બાંધી ફાંસો ખાઇને પોતાનું જીવન ટુકાવ્યું હતું.

લગભગ 10 મિનિટ બાદ તેની બેરેકનો એક કેદી ટોઈલેટમાં ગયો અને તેની નજર અવિ પર પડતા તરત જ અન્ય કેદી અને જેલ અધિકારીને જાણ કરી હતી. ત્યારબાદ અવિને તાત્કાલિક જ સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. અંગ્ર ઘટનાની જાણ સચિન પોલીસ અને જેલના ઉચ્ચ અધિકારીને થતા તરતજ તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

અવિની તપાસ કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી માતા-પિતા અને સગીર પ્રેમિકાને ઉદ્દેશીને લખેલી એક સુસાઇડ નોટ મળી આવી હતી. આપઘાત પૂર્વે લખેલી સુસાઇડ નોટમાં આવીએ લખ્યું હતું કે, મમ્મી-પપ્પા મને માફ કરી દેજો, આ જન્મમાં હું તમારો સારો દીકરો બની શક્યો નહીં અને તમારી સેવા પણ કરી શક્યો નથી. પરંતુ હું બીજા જન્મમાં તમારો દીકરો બનીને આવીશ અને તમારી સેવા કરીશ.

વધુમાં અવિએ લખ્યું કે, નાના ભાઇ ભાણાને ભણાવજો અને તેને સારો દરજ્જો અપાવજો…મને માફ કરજો. આવીએ તેની પ્રેમિકાને ઉદ્દેશીને લખ્યું છે કે, આપણે આ જીવનમાં સાથે નહીં રહી શક્યા એ વાતનો મને અફસોસ છે, હું તને ખુબજ પ્રેમ કરું છું, જો શક્ય હોય તો તું દર મહિને મારાં મમ્મી-પપ્પાને મળતી રહેજે અને મારા ગયા પછી તું દુઃખી ન થતી.  અવિએ સુસાઇડ નોટ અંગ્રેજી અને મરાઠીમાં લખી હતી. સુસાઇડ નોટમાં પ્રેમમાં નિષ્ફળ ગયો હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસ દ્વારા આપઘાત કરનાર આરોપીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *