અમેરિકા(America)માં ભારતીય મૂળની મહિલાઓ પર વંશીય હુમલાનો એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અમેરિકન-મેક્સિન મહિલાએ ટેક્સાસના રસ્તાઓ પર ફરતી 4 ભારતીય મહિલાઓ સાથે માત્ર ગેરવર્તણૂક જ નહીં પરંતુ તેમને માર માર્યા બાદ બંદૂકથી ગોળી મારી દેવાની ધમકી પણ આપી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ(Viral video) થયા બાદ મેક્સિકન પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે.
This is so scary. She actually had a gun and wanted to shoot because these Indian American women had accents while speaking English.
Disgusting. This awful woman needs to be prosecuted for a hate crime. pic.twitter.com/SNewEXRt3z
— Reema Rasool (@reemarasool) August 25, 2022
આ ઘટના બુધવારે રાત્રે બની હતી. ટેક્સાસના ડલ્લાસમાં એક હોટલમાં જમ્યા બાદ ભારતીય મૂળની ચાર મહિલાઓ પાર્કિંગ તરફ ચાલી રહી હતી. ત્યારે અચાનક મેક્સિકન-અમેરિકન મૂળની એક મહિલા ત્યાં આવી. મહિલાએ ભારતીય મહિલાઓ સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો.
મહિલાએ કહ્યું, ‘હું ભારતીયોને નફરત કરું છું. બધા ભારતીયો સારા જીવનની શોધમાં અમેરિકા આવે છે. તેણે ભારતીય મૂળની મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવાનું ચાલુ રાખ્યું. આરોપી મહિલાએ કહ્યું કે તેનો જન્મ અમેરિકામાં થયો છે, પરંતુ તે જ્યાં પણ જાય છે ત્યાં તેને ભારતીયો જ દેખાય છે. ભારતમાં જીવન સારું છે તો તમે લોકો અહીં શા માટે આવો છો?
સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો વિડિયો:
આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા એક વ્યક્તિએ લખ્યું, ‘મારી માતા અને તેના 3 મિત્રો ડલાસમાં ડિનર માટે ગયા હતા. તેઓ પાર્કિંગમાં પાછા ફરી રહ્યા હતા ત્યારે એક મેક્સિકન-અમેરિકન મહિલા ત્યાં આવી. ચારેય સામે વંશીય ટિપ્પણી કરતી વખતે તેણીએ તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું. મારી માતા તેને આવી વાત ન કરવાની અપીલ કરતી રહી. તેનો દુર્વ્યવહાર વધતો જોઈને મારી માતાએ તેનો વિડીયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. આ જોઈને મહિલા ગુસ્સે થઈ ગઈ અને તેણે તેની માતા અને તેના મિત્રોને મારવાનું શરૂ કરી દીધું.
મહિલા પર પોલીસે લગાવી ગંભીર કલમો:
આરોપી મેક્સિકન-અમેરિકન મહિલાની ઓળખ એસ્મેરાલ્ડા અપટન તરીકે થઈ છે, જે ટેક્સાસના પ્લાનોની રહેવાસી છે. વીડિયો વાયરલ થયા બાદ, ટેક્સાસના પ્લાનો શહેરમાં પોલીસે ગુરુવારે બપોર સુધીમાં એસ્મેરાલ્ડા ઓપ્ટન નામની મહિલાની ધરપકડ કરી હતી. તેમની સામે વંશીય હુમલા અને આતંકવાદી હુમલાની ધમકીની કલમો લગાવવામાં આવી હતી.
મહિલાને ફટકારવામાં આવ્યો 10 હજાર યુએસ ડોલરનો દંડ:
એસ્મેરાલ્ડાને 10 હજાર યુએસ ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ખરેખર, પ્લાનો અને ડલ્લાસ વચ્ચેનું અંતર માત્ર 31 કિલોમીટર છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અમેરિકામાં રહેતા ભારતીય-અમેરિકન સમુદાયે તેના પર તીખી પ્રતિક્રિયા આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.