સુરતની રાધિકા દીકરીએ CA ફાઈનલમાં ઓલ ઇન્ડિયામાં પહેલો રેંક મેળવી પરિવારનું નામ રોશન કર્યું

આજરોજ CA ફાઈનલ (CA Final) પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે. ‘ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા’ (Institute of Chartered Accountants of India) દ્વારા CA ફાઈનલ એક્ઝામનું પરિણામ જાહેર થયું છે. જેમાં સુરત (Surat) ની દીકરીએ રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ડંકો વગાડ્યો છે.

સુરતની રાધિકા (Radhika) એ સીએ ફાઇનલની પરીક્ષામાં પહેલો નંબર લાવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. તમને જણાવી દઈએ કે સીએના પરિણામો પર, દેશની મોટી મોટી કંપનીઓથી લઈને બેંકો, ફાઈનાન્સિયલ ઇન્સ્ટીટ્યુટ્સ અને ફાઇનાન્સ મિનિસ્ટ્રી સુધીના મોટા મોટા અધિકારીઓની નજર રહે છે.

તે દરમિયાન ઓલ ઇન્ડિયા ફર્સ્ટ રેંક હાંસલ કરી રાધિકાએ સુરત શહેરનો ડંકો સમગ્ર દેશભરમાં વગાડ્યો છે. આ સિદ્ધિ હાંસલ કરવા રાધિકાને દિન રાત મહેનત કરવી પડી હતી. રાધિકા જણાવતા કહે છે કે, ‘CA પાસ કરવું સહેલું નહોતું, સારા માર્ક્સ માટે મેં સતત મહેનત ચાલુ રાખી હતી.’

રાધિકાએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે, તેનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં પહેલો નંબર આવશે. પરંતુ કહેવાય છે ને, ‘અથાક પરિશ્રમ કરનારને સફળ થતા કોઈ અટકાવી શકતું નથી.’

રાધિકાએ પણ સીએની ફાઇનલ પરીક્ષામાં પાસ થવા દિનરાત અથાક પરિશ્રમ કર્યો હતો. રાધિકાએ CA નું પહેલું વર્ષ SMK સુરતમાંથી પૂરું કર્યું હતું, અને પછીના બે વર્ષ SAAB & કંપનીમાં પુરા કર્યા હતા. રાધિકા જણાવતા કહે છે કે, રવિ છાવરીયા સરના માર્ગદર્શનથી આજે આ પરિણામ આવ્યું છે.

રાધિકા વધુમાં કહેતા જણાવે છે કે, આવનારા સમયમાં મારું લક્ષ્ય છે કે આઇઆઇએમ (IIM) માં પ્રવેશ મેળવી અભ્યાસ વધુ કરું. સમગ્ર દેશમાં પરિવારનું જ નહીં પરંતુ રાજ્ય અને સમગ્ર દેશનું નામ રોશન કરનાર રાધિકાનો પરિવાર ખૂબ જ ખુશ છે. પરિણામ આવતા જ પરિવારના સભ્યોએ રાધિકાને ખુશીથી વધાવી લીધી હતી. સાથોસાથ ભવિષ્યમાં વધુ ભણી ગણીને સફળ થાય, તે માટે શુભકામનાઓ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *