જામનગરમાં યુનિયન બેંકનું કૌભાંડ- જુઓ કેવી રીતે બેંકના જ મેનેજરે આચર્યું 69 લાખનું કૌભાંડ

દિવસેને દિવસે છેતરપીંડી (Fraud)ના કિસ્સાઓ ખુબ જ વધતા જાય છે. ત્યારે હાલમાં જ જામનગર (Jamnagar)ની યુનિયન બેન્ક (Union Bank)માંથી કૌભાંડ (Scam)ના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, જામનગરની યુનિયન બેંકના મેનેજરે બોગસ પેઢી બનાવીને ક્વોટેશન બનાવીને 69 લાખનું કૌભાંડ આચર્યું હતું, હવે આ બાબતમાં એવા સમાચાર સામે આવ્યા છે કે, આ કૌભાંડ ધીમે-ધીમે રૂ. 1.24 કરોડે પહોચ્યું છે. આ કૌભાંડમાં જામનગરની જાણીતી પેઢીનું નામ ખુલતા હાહાકાર મચી ગયો છે.

દશરથસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તથા તેના સાથી દર્શન હસમુખભાઇ મણીયાર જેઓ જામનગરની યુનિયન બેંકની જેએમસી બ્રાન્ચમાં મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ દરમિયાન વર્ષ 2020 ઓગસ્ટ માસમાં દશરથસિંહે પેાતાનો હોદાનો દુર ઉપયોગ કરી અન્યને વિશ્વાસમાં લઇ પૂર્વ યોજીત કાવતરૂ મુજબ તેમની પેઢીના નામના ખોટા કોટેશન બનાવ્યા હતાં, ત્યાર બાદ આ ડોકયુમેન્ટ અને ખોટા ક્વોટેશનનો સાચા તરીકે ઉપયોગ કરી બેંકના ખાતેદારોના નામે રૂ. 74.25 લાખ લોન મજૂર કરાવી નાણા પોતાના કબજામાં કર્યા હતાં, જેમાંથી દર્શનને કમિશન આપ્યું હતું. યુનિયન બેંકના કૌભાંડમાં જોડિયાવાલા ટ્રેડીંગ કંપનીવાળાનું નામ આવ્યું છે.

આ કૌભાંડ વિશે ખાતેદારોને જાણ થઈ ગઈ હતી. તેથી મેનેજર દ્વારા મંજૂર કરાયેલી લોન પૈકી રૂ. 4.60 લાખ અલગ-અલગ ખાતેદારોને પરત કરી દેવામાં આવ્યા હતાં, જોકે બાકીના રૂ. 69.65 લાખ અંગત ફાયદા માટે વાપરી નાખવામાં આવ્યા હતાં, જે અંગે ભોગગ્રસ્ત દ્વારા હેડ ઓફિસ અને પોલીસમાં અરજી થઇ હતી જેમાં કૌભાંડ બહાર આવતા પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.

બન્ને બેંક મેનેજર દશરથસિંહ અને તેના સાગરીત દર્શન મણીયારને પકડી રિમાન્ડ પર લઇ જેલ હવાલે કર્યા હતાં. જામનગર શહેરમાં કોર્પોરેટર તરીકે કાર્યરત અને પોલીસ અધિકારીના બે નંબરના પૈસા ફેરવતા શખસ આ પ્રકરણમાં ભૂંડી ભૂમિકા ભજવી ગયો છે, તેણે સમગ્ર મામલો હાથમાં લઇ વચટીયા તરીકે ભૂમિકા ભજવી આખા કેસને લંબાવી અને નબળો પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *