કોંગ્રેસ(Congress)ની ભારત જોડો યાત્રા(Bharat Jodo Yatra)નો મહારાષ્ટ્ર તબક્કો સમાપ્ત થઈ ગયો છે. આ મુલાકાતથી રાહુલ ગાંધી(Rahul Gandhi)નો એક પરિપક્વ ચહેરો સામે આવ્યો છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે તેના ચૂંટણી ફાયદા જોવામાં હજુ થોડો સમય લાગશે. પોતાના બાળપણનો એક કિસ્સો સંભળાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, એક વખત તેમણે તેમની માતા સોનિયા ગાંધી(Sonia Gandhi)ને પૂછ્યું હતું કે શું તેઓ દેખાવમાં સુંદર છે, તો તેમનો જવાબ હતો- ના, ઠીક ઠાક છે’.
ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ યુટ્યુબર સમદીશ ભાટિયા સાથેના ઈન્ટરવ્યુમાં તેમના બાળપણની આ વાર્તા શેર કરતા કહ્યું કે, જ્યારે હું નાનો હતો ત્યારે હું મારી માતા પાસે ગયો અને તેમને પૂછ્યું, “મમ્મી, શું હું સુંદર દેખાઉં છું?” માતાએ મારી સામે જોયું અને કહ્યું ના, તું ઠીક ઠાક લાગે છે. રાહુલ ગાંધીએ કહ્યું, મારી માતા આવી છે. તે તરત જ અરીસો બતાવે છે. મારા પિતા પણ આવા જ હતા. મારો આખો પરિવાર આવો છે.
રાહુલ ગાંધી માટે જૂતા કોણ ખરીદે છે?
પોતાના જીવન અને જીવનશૈલી અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ પોતાના માટે જૂતા ખરીદે છે પરંતુ ક્યારેક તેમની માતા અને બહેન પણ તેમને શૂઝ મોકલે છે. તેણે કહ્યું કે, મારા કેટલાક નેતા મિત્રો મને શૂઝ પણ ગિફ્ટ કરે છે. તેમને પૂછવામાં આવ્યું કે શું બીજેપીમાંથી કોઈ તેમને જૂતા મોકલે છે, રાહુલ ગાંધીએ કહ્યું, “તેઓ મારા પર ફેંકે છે.” ઇન્ટરવ્યુનો વીડિયો ટ્વિટ કરતા ગાંધીએ લખ્યું, ‘ઈશ્વર વિશે, ભારતના વિચાર સહિત ઘણું બધુ. ભારત જોડો યાત્રા દરમિયાન એકદમ સ્પષ્ટ અને શાનદાર વાતચીત.’
મહારાષ્ટ્ર યાત્રાનું સમાપન થયું:
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે ભારત જોડો યાત્રાના મહારાષ્ટ્ર લેગના સમાપન પર કહ્યું હતું કે તેમનો અનુભવ ઘણો સમૃદ્ધ હતો. પાર્ટીએ કહ્યું કે આ યાત્રાને ચૂંટણી સફળતામાં પરિવર્તિત કરવામાં થોડો સમય લાગશે. કોંગ્રેસે કહ્યું કે આ મુલાકાત રાષ્ટ્રીય રાજનીતિ અને પાર્ટી માટે ક્રાંતિકારી ક્ષણ છે. અગાઉના દિવસે, ગાંધીએ નરેન્દ્ર મોદી સરકાર પર પંચાયતો અને અનુસૂચિત વિસ્તારો વિસ્તરણ અધિનિયમ (PESA એક્ટ), વન અધિકાર અધિનિયમ, જમીન અધિકાર, પંચાયત રાજ અધિનિયમ અને સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓ માટે અનામત જેવા કાયદાઓને પાતળું કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે સત્તામાં આવીને કોંગ્રેસ આ કાયદાઓને વધુ મજબૂત બનાવશે.
23મી નવેમ્બરથી યાત્રા એમપી તરફ આગળ વધશે:
આ યાત્રા 21 અને 22 નવેમ્બરે મહારાષ્ટ્રમાં રોકાશે અને 23 નવેમ્બરે મધ્યપ્રદેશ તરફ પ્રયાણ કરશે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે મહિલાઓ, યુવાનો અને ખેડૂતો આ યાત્રાના મુખ્ય સહભાગી છે. તેમણે દાવો કર્યો કે આ યાત્રાએ એક પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે અને નવી કોંગ્રેસ ઉભરી રહી છે. રમેશે યાત્રા માટે ઉત્તમ વ્યવસ્થા કરવા બદલ કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના નેતૃત્વનો આભાર માન્યો હતો. યાત્રાના મહારાષ્ટ્ર સંયોજક બાલાસાહેબ થોરાટે જણાવ્યું હતું કે યાત્રા અંતર્ગત રાજ્યમાં 380 કિલોમીટરથી વધુનું અંતર કાપવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.