રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ કરવામાં આવી છે. ગઈકાલે જ સુરત કોર્ટે તેને બે વર્ષની કેદની સજા ફટકારી હતી. લોકસભા સચિવાલય દ્વારા આ સંબંધમાં એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, માનહાનિના કેસમાં સુરતની કોર્ટે ગુરુવારે જ રાહુલ ગાંધીને બે વર્ષની કેદની સજા સંભળાવી હતી. રાહુલ ગાંધી પર 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન મોદી સરનેમને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આરોપ લાગ્યો હતો. જેમની વિરુદ્ધ ગુજરાત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
ગુરુવારે સુરત કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના ગુનામાં દોષિત ઠેરવીને 2 વર્ષની જેલની સજા ફટકારી છે. તેના પર 15,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જોકે, તેને કોર્ટમાંથી જામીન પણ મળી ગયા હતા. કોર્ટે 15000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ સાથે જ સજાને 30 દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. એટલે કે, રાહુલ ગાંધી પાસે સજા સામે ઉચ્ચ અદાલતમાં અપીલ કરવા માટે એક મહિનાનો સમય છે.
2019નો કેસ રાહુલ ગાંધીની ‘મોદી સરનેમ’ પરની ટિપ્પણીથી સંબંધિત છે જેમાં તેમણે કહ્યું હતું કે, “બધા ચોરો પાસે મોદીની અટક કેવી રીતે છે?”, નીરવ મોદી, લલિત મોદી અને અન્યના નામ લઈને કહ્યું હતું. કોર્ટના આ નિર્ણયથી રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પર સંકટ સર્જાયું છે અને આ સંકટનું કારણ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની જોગવાઈઓ અને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા જૂના નિર્ણયો છે.
તાજેતરમાં, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય આઝમ ખાનને અપ્રિય ભાષણના કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવ્યા બાદ તેમની સભ્યપદમાંથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓએ પણ સભ્યપદ ગુમાવવાની દહેશત વ્યક્ત કરી છે. જો આમ થશે તો તે માત્ર રાહુલ ગાંધી માટે જ નહીં પરંતુ કોંગ્રેસ પાર્ટી માટે પણ મોટી સમસ્યા હશે, કારણ કે રાહુલ ગાંધી સંસદમાં અદાણી વિવાદને લઈને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે.
રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવામાં આવ્યું
કલમ 102(1) અને 191(1) મુજબ, જો સંસદ અથવા વિધાનસભાનો સભ્ય નફાનું કોઈ હોદ્દો ધરાવતો હોય, અસ્વસ્થ મનનો હોય, નાદાર હોય અથવા કાયદેસર ભારતીય નાગરિક ન હોય, તો તેનું સભ્યપદ રદ કરવામાં આવે છે. અયોગ્યતાનો બીજો નિયમ બંધારણની દસમી અનુસૂચિમાં છે. તેમાં પક્ષપલટાના આધારે સભ્યોને ગેરલાયક ઠેરવવાની જોગવાઈઓ છે.
આ ઉપરાંત, જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 હેઠળ સાંસદ અથવા ધારાસભ્યની સભ્યતા છીનવાઈ શકે છે. આ કાયદા દ્વારા અપરાધિક મામલામાં સજા પામેલા સાંસદ કે ધારાસભ્યનું સભ્યપદ રદ કરવાની જોગવાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.