કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરતાં કહ્યું હતું કે તમે રિઝર્વ બેંકને લૂંટો તેથી આર્થિક પરિસ્થિતિ નોર્મલ નહીં થાય. ‘બંદૂકની ગોળી વાગી હોય ત્યાં કોઇ દવાખાનામાંથી બેન્ડ એઇડ ચોરીને લગાડવા જેવું તમારું આ પગલું છે’ એમ રાહુલ ગાંધીએ કહ્યું હતું.
‘વડા પ્રધાન અને તેમના નાણાં પ્રધાનને એ પણ ખબર નથી કે જે આર્થિક કરુણાંતિકા તેમણે પોતે સર્જી છે એને હવે કઇ રીતે સુધારવી’ એમ રાહુલ ગાંધીએ કહ્યું હતું. સોમવારે રિઝર્વ બેંકે કેન્દ્ર સરકારને 1.76 લાખ કરોડ રૂપિયા આપવાની કરેલી જાહેરાતના સંદર્ભમાં રાહુલ બોલી રહ્યા હતા. વિમલ જાલાનના અધ્યક્ષપદે રચાયેલી સમિતિની ભલામણ પછી રિઝર્વ બેંકે આ જાહેરાત કરી હતી.
રાહુલે ટ્વીટર પર લખ્યું હતુ્ં કે રિઝર્વ બેંકમાંથી ઊઠાંતરી કરવાથી તમે આર્થિક પરિસ્થિતિ સુધારી શકવાના નથી.