કોરોના સામે લડવા પ્રધાનમંત્રી મોદીએ બેરોજગારોને ફાળવ્યા 50,000 કરોડ- જાણો કોને અને કેવી રીતે મળશે?

પ્રધાનમંત્રીએ શનિવારના રોજ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની શરૂઆત કરી હતી. બિહાર રાજ્યના ખગડીયા જીલ્લાના તેલિહાર ગામથી આ યોજનાની શરૂઆત થઈ હતી. PM મોદીએ જણાવતા કહ્યું કે, “લદ્દાખમાં આપણા વીરોએ જે બલિદાન આપ્યું છે, તેના પર સેનાને તો ગર્વ છે જ. પરાક્રમ બિહાર રેજીમેન્ટે જે કર્યું છે, જેના માટે દરેક બિહારીને ગર્વ થાય છે. જે વીરોએ દેશ માટે બલિદાન આપ્યું છે, તેને નમન કરું છું. તેમના પરિવારોને વિશ્વાસ અપાવવા માંગું છું કે દેશ તેમની સાથે છે.”

ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન 125 દિવસનું રહેશે. જેને દેશના 116 જીલ્લામાં ચલાવામાં આવશે. જેનો 25 હજારથી વધુ પ્રવાસી મજૂરોને ફાયદો થશે. અભિયાનમાં રોજગારી સાથે જોડાયેલા 25 પ્રકારના કામ કરાવામાં આવશે. જેના માટે 50 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.

જ્યારે કોરોના મહામારીનું સંકટ વધવા લાગ્યું તો બધા રાજ્ય અને કેન્દ્ર સરકારની ચિંતામાં હતા. અમે શ્રમિક ભાઈ બહેનો માટે સ્પેશ્યલ ટ્રેન પણ ચલાવી હતી. કોરોના એટલું મોટું સંકટ છે, જેના કારણે દુનિયા જુકી ગઈ છે, પરંતુ તમે આ મહામારીનો સામનો કર્યો અને તેમની સામે લડ્યા. ભારતના ગામડાઓએ જે રીતે કોરોના સામે લડત લડી છે તેનાથી શહેરોનો મોટી શીખ મળી છે. કોરોના સંક્રમણને તમે ગામના લોકોએ ખુબ જ અસરકારક રીતે અટકાવ્યું છે. ગામની જનસંખ્યા 80-85 કરોડ છે, જે આખા યુરોપ, અમેરિકા, રશિયા અને ઓસ્ટ્રેલિયા કરતા વધારે છે.

આ જનસંખ્યાનો કોરોનાનો સામનો કરવો મોટી વાત છે. પંચાયત સુધી આપણી લોકતાંત્રિક વ્યવસ્થાઓ, ચિકિત્સા સુવિધાઓ, વેલનેસ સેન્ટર સ્વસ્છતા અભિયાનની મહત્વની ભૂમિકા રહી છે. મને જણાવ્યું છે કે ગઈકાલે પટનામાં કોરોનાનું ટેસ્ટીંગ આધુનિક મશીનથી શરૂ થવાનું છે. આ મશીનથી લગભગ 1500 ટેસ્ટ થઈ શકશે. આજે ગરીબ કલ્યાણ માટે તેમના રોજગાર માટે મોટું અભિયાન શરૂ થયું છે. જે આપણા અહીંયા શ્રમિક ભાઈ-બહેનો માટે ગામમાં રહેનારા નવયુવાનોને સમર્પિત છે. આમા એવા લોકો જોડાશે, જે લોકડાઉન દરમિયાન પોતાના ગામે પાછા આવ્યા છે.

બિહાર પાછા આવેલા મજૂરો સાથે વાત 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીથી પાછી આવેલી સ્મિતા કુમારી સાથે વાતચિત કરી હતી. સ્મિતાએ જણાવતા કહ્યું હતું કે, ગામમાં ઈન્ટર સુધી અભ્યાસ કર્યો છે.લોકડાઉન વખતે દિલ્હીમાં હતી, ત્યાં ફેક્ટરીમાં કામ કરતી હતી, સ્પેશ્યલ ટ્રેનથી ગામડે પાછી આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુછ્યું, પાછા આવવામાં તકલીફ તો નથી પડીને? મારા માટે કોઈ ફરિયાદ તો નથીને? કંઈક તો હશે તમે કહેતા નથી? લાગતું હશે કે દિલ્હીમાં સારુ હતું મોદીજીએ આવું કરી દીધું કે અમારે અમારા ઘરે આવવું પડ્યું. સ્મિતાએ કહ્યું કે, હું ગામમાં મધ બનાવવાનું કામ શરુ કરવા વિશે વિચારી રહી છું.

જનાર્દન શર્માઃ ગુડગાવમાં 12 વર્ષથી મકાન ચણતરનું કામ કરતા હતા. કોરોના મહામારીના કારણે ઘરે પાછા આવી ગયા. સ્પેશ્યલ ટ્રેનથી ઘરે પાછા આવ્યા. ટ્રેનમાં પણ દૂર દૂર બેઠા હતા, દરેકે માસ્ક પહેર્યા હતા.

શું છે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન

પ્રવાસી કામગારોના રોજગાર માટે દેશના 6 રાજ્યોના 116 જીલ્લામાં 125 દિવસનું અભિયાન છે. જેના હેઠળ કામગારોને તેમની રૂચિ કૌશલ હેઠળ રોજગાર અને સ્વરોજગાર અપાવી શકાય. અભિયાન દ્વારા રસ્તા, ગ્રામીણ આવાસ, બાગ બગીચા, વૃક્ષારોપણ, જળસંરક્ષણ અને સિંચાઈ, આંગણવાડી, પંચાયત ભવન અને જળ જીવન મિશન જેવા 25 કામ ઉપલ્બ્ધ રહેશે. રોજગારની તાત્કાલિક જરૂરીયાત પ્રમાણે કામગારોને વિવિધ ક્ષેત્રમાં રોજગારીની તક મળશે.

બિહારમાં સૌથી વધારે 32 જીલ્લા સામેલ 

આ અભિયાન હેઠળ સરકારે 6 રાજ્યોના 116 જીલ્લાને પસંદ કર્યા છે. જેમાં લગભગ 88 લાખ પ્રવાસી મજૂર અન્ય રાજ્યોમાંથી પાછા આવેલા છે. આ 116 જીલ્લામાં બિહારમાં 32, ઉત્તરપ્રદેશમાં 31, મધ્યપ્રદેશમાં 24, રાજસ્થાનમાં 22, ઓરિસ્સામાં 4., અને ઝારખંડમાં ત્રણ જીલ્લા સામેલ છે.

125 દિવસ રોજગાર મળશે

આ 116 એવા જિલ્લા છે જ્યાં 25 હજારથી વધારે પ્રવાસી મજૂર પાછા આવ્યા છે. ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન હેઠળ વર્ષમાં 125 દિવસ સુધી રોજગાર ઉપલ્બ્ધ કરાવવાન યોજના છે.

અભિયાનનું બજેટ 50 હજાર કરોડ રૂપિયા

સરકારે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનનું બજેટ 50 હજાર કરોડ રૂપિયા રાખ્યું છે. કામગારોની આવડત પ્રમાણે 25 કામ આપવામાં આવશે. આ અભિયાન લાગુ કરતા પહેલા સરકારે સ્કિલ મેપિંગ કર્યું છે.

કયા રાજ્યમાં કેટલા પ્રવાસી પાછા આવ્યા 

ઉત્તરપ્રદેશમાં 35 લાખથી વધારે, મધ્યપ્રદેશમાં 25 લાખથી વધારે, બિહારમાં 15 લાખથી વધારે, ઝારખંડમાં 2 લાખથી વધારે, રાજસ્થાનમાં 10 લાખથી વધારે, ઓરિસ્સામાં એક લાખથી વધારે લોકો પરત ફર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *