શિલ્પા શેટ્ટીના ઘરે દરોડા: પોર્નોગ્રાફી નેટવર્ક કેસમાં EDની કાર્યવાહી, જાણો સમગ્ર મામલો

Raj kundra Case: મની લોન્ડરિંગ કેસમાં EDએ શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રાના ઘર પર દરોડા પાડ્યા છે. શિલ્પાના પતિના ઘર સહિત અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન (Raj kundra Case) હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ એજન્સી દ્વારા 15 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

મહારાષ્ટ્ર સહિત ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, આ રેડ મોબાઈલ એપ દ્વારા અશ્લીલ સામગ્રીના નિર્માણ અને વિતરણ પર પ્રતિબંધના મુદ્દા સાથે પણ સંબંધિત છે. મુંબઈ પોલીસે આ કેસમાં અગાઉ રાજ કુન્દ્રાની ધરપકડ કરી હતી.

રાજ કુન્દ્રાની મુંબઈ પોલીસે વર્ષ 2021માં ધરપકડ કરી હતી
આ કેસમાં રાજ કુન્દ્રાની મુંબઈ પોલીસે વર્ષ 2021માં ધરપકડ કરી હતી અને બાદમાં તેને જામીન મળી ગયા હતા. આ દિવસોમાં તે અજય ભારદ્વાજ સાથે સંકળાયેલા બિટકોઈન છેતરપિંડી સંબંધિત અલગ મની લોન્ડરિંગ તપાસના સ્કેનર હેઠળ છે. EDએ તપાસ માટે શિલ્પાના જુહુના બંગલાનો કબજો લઈ લીધો છે.

એડલ્ટ કન્ટેન્ટ કેસમાં સામેલ હોવાનો આરોપ
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજ કુન્દ્રાએ તેની પત્ની શિલ્પા શેટ્ટીને ઓનરશિપ ટ્રાન્સફર કરતા પહેલા ફ્લેટ ખરીદવા માટે ગેરકાયદેસર નાણાંનો ઉપયોગ કર્યો હતો. રાજ પર પોર્નોગ્રાફી (એડલ્ટ) કન્ટેન્ટ કેસમાં સામેલ હોવાનો પણ આરોપ છે. તેના પર ભારતીય દંડ સંહિતા, મહિલાઓનું અશ્લીલ કન્ટેન્ટ અધિનિયમ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ સહિત અનેક કાયદાકીય જોગવાઈઓ હેઠળ આરોયો લાગ્યા છે.

ED દ્વારા તપાસ શરૂ કરવામાં આવી
તમને જણાવી દઈએ કે, રાજ કુન્દ્રાએ ‘હોટશોટ્સ’ એપ દ્વારા એડલ્ટ વીડિયો સ્ટ્રીમ કર્યા હતા, જેને એપલ અને ગૂગલે તેમના સંબંધિત પ્લે સ્ટોર્સ પરથી હટાવી દીધા છે. રાજ આ એપથી બ્રિટિશની કંપનીને એડલ્ટ કન્ટેન્ટ વેચતો હતો. જે સબસ્ક્રિપ્શન આધારિત હતી. આઇટી ડાયરેક્ટર, રેયાન થોર્પે, એપની કામગીરી અને નાણાકીય વ્યવહારોની દેખરેખ રાખતો હતો.

રાજે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેણે 2019માં 25,000 યુએસ ડોલરમાં ‘હોટશૉટ્સ’ વેચ્યા હતા અને આર્મ્સ પ્રાઇમ મીડિયાની સ્થાપના કરી હતી. તેમજ આ કેસમાં, દેશમાં જે પૈસા એકઠા થયા હતા, તે આ વીડિયો દ્વારા વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ રીતે મોટી રકમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવી હતી અને હવે ED દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.