રેલવેમાં મોટી ભરતી બહાર પડી, જાણો લાયકાત અને પગારને લઈ સંપૂર્ણ માહિતી

Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નોકરી મેળવવા માગતા યુવાનો માટે ખુશખબરી છે. આ માટે રેલવે ભરતી બોર્ડે આસિસ્ટન્ટ (Railway ALP Vacancy 2025) લોકો પાયલટ માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. જે ઉમેદવાર આ જગ્યાઓ સંબંધિત લાયકાત ધરાવે છે, તે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ rrbapply.gov.in દ્વારા અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 10 એપ્રિલથી શરૂ થશે.

આ ભરતી અભિયાનના માધ્યમથી વિવિધ જોનલ રેલવેમાં કુલ 9,970 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી કેન્દ્રીકૃત રોજગાર અધિસૂચના અંતર્ગત યોજવામાં આવશે. જો તમે પણ રેલવેમાં નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છો, તો નીચે આપેલી વિગતો ધ્યાનથી વાંચો.

આ ભરતી ભારતીય રેલવેના વિવિધ ક્ષેત્રોમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની જગ્યા માટે છે. સૌથી વધુ ખાલી જગ્યાઓ ઇસ્ટ કોસ્ટ રેલવે, પૂર્વ રેલવે અને દક્ષિણ પૂર્વ રેલવેમાં છે. આ વિવિધ વિસ્તારમાં ખાલી જગ્યાઓ વિશે નીચે વિસ્તારથી જોઈ શકો છો.

મધ્ય રેલવે- 376 જગ્યાઓ
પૂર્વ મધ્ય રેલવે- 700 જગ્યાઓ
ઈસ્ટ કોસ્ટ રેલવે – 1,461 જગ્યાઓ
ઈસ્ટર્ન રેલવે- 868 જગ્યાઓ
ઉત્તર મધ્ય રેલવે- 508 જગ્યાઓ
નોર્થ ઈસ્ટર્ન રેલવે- 100 જગ્યાઓ
નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલવે- 125 જગ્યાઓ
ઉત્તર રેલવે- 521 જગ્યાઓ
ઉત્તર પશ્ચિમ રેલવે- 679 જગ્યાઓ
દક્ષિણ મધ્ય રેલવે- 989 જગ્યાઓ
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે – 568 જગ્યાઓ
દક્ષિણ પૂર્વ રેલવે – 921 જગ્યાઓ
દક્ષિણ રેલવે- 510 જગ્યાઓ
પશ્ચિમ મધ્ય રેલવે- 759 જગ્યાઓ
પશ્ચિમ રેલવે- 885 જગ્યાઓ
મેટ્રો રેલવે કોલકાતા- 225 જગ્યાઓ
પોસ્ટની કુલ સંખ્યા- 9,970

શૈક્ષણિક લાયકાત
આ જગ્યાઓમાં નોકરી કરવા માગતા ઉમેદવારો પાસે કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ કે સંસ્થાનમાંથી ધોરણ 10 કે તેને સમકક્ષ પરીક્ષા પાસ કરી હોવી જોઈએ. સાથે જ સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈની સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ. તે ઉપરાંત, ઉમેદવારો પાસે સંબંધિત ક્ષેત્રમાં એન્જિનિયરિંગ ડિપ્લોમા/ડિગ્રી હોવી જોઈએ.

વય મર્યાદા
RRB ALPની જગ્યાઓ પર અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા 1 જુલાઈ, 2025 સુધી 18 વર્ષથી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ. સાથે જ સરકારી નિયમાનુસાર વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા
કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT 1): જેમાં મૅથેમેટિક્સ, જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ, જનરલ સાયન્સ, અને જનરલ અવેરનેસમાંથી 75 પ્રશ્નો પૂછવામાં આવશે. કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT 2): CBT 1 પછી જે ઉમેદવારો પાસ થશે, તેઓ CBT 2 માં ભાગ લેશે. તેમાં ટેક્નિકલ નોલેજ અને જનરલ સબજેક્ટ્સ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે.

ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ: ફાઇનલ પસંદગી માટે ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટમાંથી પસાર થવું પડશે.