ચાલતી ટ્રેનમાં મુસાફરને રેલવે કર્મચારી અને TTEએ આપી તાલીબાની સજા, જુઓ ખૌફનાક વિડીયો

Train Viral Video: સોશિયલ મીડિયા પર રોજને રોજ કંઈક વાઇરલ થતું હોય છે, કેટલાક વિડીયો ખુબ ભયાનક હોય છે, જેમાં માણસો જનાવરની જેમ વર્તન કરતા દેખાય છે. એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વિડીયો ભારતીય રેલવેની (Train Viral Video) કોઈ ટ્રેનનો જણાવવામાં આવી રહ્યું છે, જેમાં TTE અને રેલવે કર્મચારી સાથે મળી એક વ્યક્તિને નિર્દયતાથી મારી રહ્યા છે. આ મારપીટ વિડીયો કેટલાક યાત્રીઓએ ઉતારી લીધો હતો, જે હવે સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.

રેલવે કર્મચારીએ બેન્ડથી આપી થર્ડ ડિગ્રી
પોલીસ જેવી થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરી રહેલ આ રેલવે કર્મચારીઓએ વ્યક્તિને મારી મારીને લગભગ અધમુઓ કરી નાખ્યો હતો. ચાલતી ટ્રેનમાં આ બધું લોકો જોઈ રહ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે કાળા કોર્ટમાં TTE વ્યક્તિની ઉપર ચડીને બેસી ગયો અને તેને જમીન પર દબોચી લીધો હતો. તેમજ બીજો કર્મચારી તે વ્યક્તિને પટ્ટાવડે મારી રહ્યો છે.

TTEએ બુધ વડે પણ માર્યો
વીડિયોમાં ગાળા ગાળી પણ ચાલી રહી છે આ દરમિયાન TTEને બોલતા સંભળાય રહ્યું છે કે અને ડંડા વડે મારો. એટલે પટ્ટા વડે માર્યા બાદ પણ સાહેબનું મન ભરાયું નહીં. બીજી ક્લિપમાં જોઈ શકાય છે કે TTE પોતે ઉભો રહી બુટ વડે નીચે પડેલા વ્યક્તિના માથા પર વાર કરે છે. આવી નિર્દય રીતે થઈ રહેલી મારપીટને જોઈ જ્યારે લોકો રોકવાની કોશિશ કરે છે તો તેમને પણ શાંત કરવામાં આવે છે.

લોકોએ રેલવે મંત્રીને ટેગ કર્યા
આ વિડીયો જે કોઈએ પણ જોયો તે ખૂબ ગુસ્સે થયા છે, લોકો પૂછી રહ્યા છે કે આખરે આ કેવી તાલીબાની સજા રેલવે કર્મચારીઓ આપી શકે છે. તેને આવું કરવાનો અધિકાર કોણે આપ્યો? રેલ્વે આવી જ ફાઇવ સ્ટાર સેવા લોકોને આપી રહ્યું છે. તેમજ બાકીના યુઝર પણ આ બંને કર્મચારીઓ પર કેસ નોંધી કડક કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે. લોકો તેને રેલ્વેના ગુંડા જણાવી રહ્યા છે અને રેલ મંત્રીને ટેગ કરી સખત કાર્યવાહી કરવામાં આવી તેવી માંગણી મૂકી રહ્યા છે.