દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની દસ્તક બાદથી જ મુંબઇમાં સતત વરસાદનો સિલસિલો ચાલુ છે. છેલ્લા બે દિવસથી મુંબઈમાં સતત વરસાદ પડી રહ્યો છે. જેથી અંધેરી સબવેમાં પાણી ભરાઇ ગયું છે. કુર્લા, સાંતાક્રૂઝ, અંધેરી સહિત કેટલાંય વિસ્તારોમાં ભારે વરસાદના લીધે પાણી ભરાતા સ્થાનિક લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઇમાં દર વર્ષની જેમ ચોમાસાનો વરસાદ મુસીબત બને છે. અને થોડાંક જ કલાકોમાં શહેર અસ્તવ્યસ્ત થઇ જાય છે.
View this post on Instagram
મળતી માહિતી મુજબ, મુંબઇમાં થોડોક વરસાદ પડતાં જ રસ્તા પર પાણી ભરાવાની સાથે ઘરોમાં પાણી ભરાવા લાગે છે. દરેક ચોમાસામાં મુંબઇવાળા આ મુસીબત સામે લડે છે. તમને જણાવી દઇએ કે, મુંબઇમાં ગયા બુધવારે ચોમાસાએ દસ્તક દીધી હતી. ત્યારથી વરસાદ પડી રહ્યો છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગ દ્વારા 13-14 જૂનના રોજ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
View this post on Instagram
આ ઉપરાંત મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં પણ હવામાન વિભાગ દ્વારા ધોધમાર વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા મહારાષ્ટ્રના રત્નાગિરિ અને રાયગઢ જિલ્લામાં 13 જૂન માટે ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ રજૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત IMDએ કહ્યું કે, મુંબઇ અને પાડોશી થાણેની કેટલીક જગ્યાઓમાં શનિવારના રોજ પણ ભારે વરસાદ પડી શકે છે. IMDના મતે મુંબઇ, થાણે, રાયગઢ, અને રત્નાગિરિ જિલ્લામાં રવિવારના રોજ ભારે વરસાદ પડી શકે છે.
View this post on Instagram
રવિવારે મહારાષ્ટ્રના કેટલાક હિસ્સાઓમાં 24 કલાકમાં 204.5 મિમી સુધી વરસાદની શક્યતા છે. મંગળવાર સુધી શહેરના કોંકણ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ રહેશે. હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, બંગાળની ખાડી પર ઊભું થયેલું ઓછું દબાણવાળું ક્ષેત્ર 11 જૂન શુક્રવાર સુધી પૂરી રીતે તૈયાર થઈ જશે. હવામાન વિભાગ તરફથી મળેલી ચેતવણી બાદ BMC એક્શન મોડમાં આવી ગઈ છે. જાણવા મળ્યું છે કે, નીચાણવાળા વિસ્તારો અને મીઠી નદીની પાસે રહેતા લોકોને અન્ય સ્થળે શિફ્ટ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.