હવે અગામી 4 દિવસ જોવા મળશે મેઘરાજાની રમઝટ! જાણો આજે ક્યાં ખાબકશે વરસાદ?

ગુજરાત(Gujarat): આજે ફરી એક વાર હવામાન વિભાગે(Meteorological Department) આગાહી(Rain forecast) કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ફરી અમુક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામશે. વધુમાં જણાવતા કહ્યું છે કે, 15 ઓક્ટોબર સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. વાત કરવામાં આવે તો બપોરે ગરમી અને રાત્રે ઠંડી એમ બેવડી ઋતુનો અનુભવ થશે. આંધ્રપ્રદેશ પર સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 15 ઓક્ટોબર સુધી કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા સેવવામાં આવી છે.

જાણો આજે ક્યાં ખાબકી શકે છે વરસાદ:
જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં આજે  ગીર-સોમનાથ, ભાવનગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસાદ ખાબકી શકે છે. એ સિવાય દમણ અને દાદરાનગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ વરસાદ ખાબકી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે અને કાલે થન્ડકસ્ટ્રોર્મ એક્ટિવિટીની અસર જોવા મળી શકે છે.

ગુજરાતમાં હજુ 4 દિવસ હળવો વરસાદ વરસી શકે છે:
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામશે. પણ સાથે સાથે ડાંગર અને કેળાના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં હજુ 4 દિવસ હળવો વરસાદ ખાબકી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ખાબકી શકે છે. સાથે જ સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. સૌરાષ્ટ્ર-કચ્છના બાકીના જિલ્લાઓમાં વાતાવરણમાં કોઈ વરસાદની સંભાવના નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *