ઘરની પાસે રમતાં ભાઈ-બહેનને કારે કચડતા બહેનનું નીપજ્યું દર્દનાક મોત- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) શહેરના ખોખરા(Khokhra) વિસ્તારમાં આવેલા રમતગમત સંકૂલના ગેટ નજીક રમી રહેલા ભાઈબહેનને કારચાલકે અડફેટે લેતા એક બાળકીનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું,…

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) શહેરના ખોખરા(Khokhra) વિસ્તારમાં આવેલા રમતગમત સંકૂલના ગેટ નજીક રમી રહેલા ભાઈબહેનને કારચાલકે અડફેટે લેતા એક બાળકીનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું, જયારે તેનો ભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવ સંદર્ભે પોલીસ દ્વારા રમતગમત સંકુલના ઈન્સ્ટ્રકટર એવા કારચાલકની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ તો, ખોખરામાં રમતગમત સંકુલની બહાર આવેલી વસ્તીમાં રહેતા શ્રમજીવી પરિવારોમાના એક પરિવારના બે સંતાનો શનિવારે એટલે કે ગઈકાલના રોજ સવારના સમયે પોતાના ઘરની બહાર રમી રહ્યા હતા. આ સમય દરમિયાન રમતગમત સંકુલના ઈન્સ્ટ્રકટરે પોતાની કાર પુરપાટ ઝડપે હંકારીને સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો જેને લઈને પોતાના ઘર પાસે રમી રહેલી બાળકી આયુષી દંતાણી (4)કાર નીચે કચડાઈ જવાને કારણે તેનુ ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજયુ હતું.

આ દર્દનાક દ્રશ્ય જોઈ લોકોએ બૂમાબૂમ કરતા કારચાલક દ્વારા કાર રિવર્સમાં લેતા પાછળ ઉભેલા આયુષીના ભાઈ આદિત્ય દંતાણી (ઉં.5)ને પણ કારની જોરદાર ટક્કર લાગી હતી. ભેગા થયેલા લોકોએ કારચાલકને કારની બહાર નીકળવા કહ્યું હતું જો કે તેણે કારમાંથી જ પોલીસને ફોન ઘુમાવી દીધો હતો જેને લઈને પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત બાળકને એલ.જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ખોખરા ટ્રાફિક ડિવિઝન પોલીસ દ્વારા કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *