Rain Forecast in Gujarat: રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર માવઠાની આગાહી (Mawtha forecast) કરવામાં આવી છે. હવામાન વિભાગ (Meteorological Department)ના અપડેટ મુજબ, આજથી 3 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતી કાલે અમદાવાદમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું ખાબકી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance)ના કારણે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે માવઠું થઇ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં આવતીકાલ બુધવારથી ત્રણ દિવસ વાતાવરણ પલટાશે. ગુજરાતના વિવિધ વિભાગોમાં તોફાની પવન સાથે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બુધવારથી ત્રણ દિવસ વરસાદ પડવા માટે જઈ રહ્યો છે, તેવી આગાહી કરવામાં આવી છે.
બુધવારે જાણો ક્યાં ક્યાં પડશે વરસાદ:
હવામાન વિભાગની આગાહી અનુસાર, દાહોદ, તાપી, ડાંગ અને નર્મદા, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુરુવાર જાણો ક્યાં ક્યાં પડશે વરસાદ:
હવામાન વિભાગની આગાહી અનુસાર, દાહોદ, તાપી, ડાંગ, નર્મદા, અમરેલી, રાજકોટ, કચ્છ વરસાદની આગાહી કરવામાં આવી છે.
શુક્રવાર જાણો ક્યાં ક્યાં પડશે વરસાદ:
હવામાન વિભાગની આગાહી અનુસાર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી સાત દિવસમાં દેશમાં ક્યાંય હીટવેવની શક્યતા નથી. જો વાત કરવામાં આવે તો 26 એપ્રિલથી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હિમવર્ષાનો એક રાઉન્ડ શરુ થશે. દેશભરમાં કાળજાળ ગરમીથી લોકોને રાહત મળશે. તાપમાન ઘટીને 36 થી 39 ડિગ્રી રહેવાની સંભાવનાઓ છે. જ્યારે હિમાલયના રાજ્યોમાં મહત્તમ તાપમાન 15 થી 25 ડિગ્રી પહોંચવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.