છત્રી-રેઇનકોટ તૈયાર જ રાખજો! ગુજરાતના આ વિસ્તારોમાં આજે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ- હવામાન વિભાગની આગાહી

Rain forecast in Gujarat: બિપોરજોય વાવાઝોડાએ સૌરાષ્ટ્ર-કચ્છમાં વિનાશ વેરી નાખ્યો હતો. હજુ પણ ગુજરાતમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે ઉત્તર ગુજરાતમાં(Rain forecast in Gujarat) ભારે વરસાદ અને ભારે પવનથી જનજીવન ઉપર ખૂબ જ માઠી અસર પડી હોય તેવું જોવા મળ્યું છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓની ખુબજ ચિંતા વધી ગઈ હતી. આટલું જ નહી ભારે વરસાદે ને કારણે વાહનચાલકોની પણ ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો.

બિપોરજોય વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થઇ ચૂક્યું છે. પરંતુ તેની અસર ઓછી નથી થઇ. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હજુ પણ ગુજરાતના માથે સંકટ આવી રહ્યું છે. હવામાન વિભાગ જણાવ્યા મુજબ, હજુ રાજ્યમાં ભારે પવન ફૂંકાશે અને અનેક જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદ વરસી શકે છે.

ભારે પવન સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે પણ ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ડાંગ, તાપી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, કચ્છ, જૂનાગઢ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં જેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દમણ, દાદરા નગરમાં ગાજવીજ સાથે ભારે થી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

19 અને 20 જૂને અહીં વરસી શકે છે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, તારીખ 19 અને 20 જૂન દરમિયાન નવસારી, વલસાડ, દમણ, દાહોદ, પંચમહાલ, મહીસાગર, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ છે. આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગ ઉપરાંત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં તારીખ 27થી 30 જૂન ભારે થી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં તારીખ 27થી 30 જૂન ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આ ચોમાસામાં પાણીની સમસ્યાનું સમાધાન થશે. આ સાથે ઉમેર્યું કે, બનાસકાંઠાના વિવિધ ભાગમાં પણ વરસાદ થશે. આ સાથે મુંબઈ સહિત મહારાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

જુલાઈમાં પણ ગુજરાતમાં થશે સારો વરસાદઃ અંબાલાલ
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, જુલાઈ મહિનામાં પણ રાજ્યમાં સારો વરસાદ થઈ શકે છે.પણ ઓગસ્ટ મહિનામાં વરસાદ થવાની સંભાવના ઓછી છે. જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરી છે. નોંધનીય છે કે, રાજ્યના હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *