Rain in gujarat: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજાએ ઘણા વિસ્તારોમાં શાનદાર બેટિંગ કરી રહ્યું છે. જેના કારણે નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી છે, ડેમોમાં પાણીની આવક વધી છે. તો રસ્તાઓ અને ખેતરો બેટમાં ફરી વળ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં(Rain in gujarat) પડેલા વરસાદ વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 193 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ઈડરમાં પડી ચુક્યો છે.
ઈડરમાં 24 કલાકમાં 6 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન ઈડરમાં 6 ઈંચ વરસાદ પડતા જનજીવન અસ્તવસ્ત બન્યું છે. રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. તો ભારે વરસાદના કારણે સ્થાનિક નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. વરસાદને પગલે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ઈડર ઉપરાંત તલોદમાં પણ 24 કલાકમાં પોણા 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
આ વિસ્તારમાં પણ મેઘરાજાએ બોલાવી ધડબડાટી
જ્યારે લુણાવાડામાં 5 ઈંચ, મહીસાગરના વીરપુરમાં 5 ઈંચ, ઉપલેટામાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. તો બાયડ પોણા 4 ઈંચ, ધનસુરામાં 5 ઈંચ, દાંતા અને વીસાવદરમાં સવા 3 ઈંચ, વિસનગરમાં 5 ઈંચ, પ્રાંતિજમાં પોણા 3 ઈંચ, વિજાપુર અને ખેરાલુમાં પોણા 4 ઈંચ, ડોલવણમાં પોણા 4 ઈંચ, મોડાસામાં પોણા 4 ઈંચ વરસાદ, સંતરામપુર અને ઉમરપાડામાં પોણા 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
37 ડેમને હાઇએલર્ટ પર મૂકાયા
રાજ્યમાં ભારે વરસાદથી જળાશયો પણ હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યાં છે. પડી રહેલા ધોધમાર વરસાદ વરસતા રાજ્યના 207 ડેમમાંથી 37 ડેમને હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યા છે. જ્યારે 13 ડેમ એલર્ટ પર અને 15 ડેમને વોર્નિંગ પણ આપ દેવામાં આવી છે.
ગુજરાતમાં સિઝનનનો 44 ટકા વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 44 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. સિઝનનો સૌથી વધુ કચ્છમાં 112 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો સરેરાશ 63 ટકા જેટલો વરસાદ પડ્યો છે. તે ઉપરાંત ઉ.ગુજરાતમાં સિઝનનો સરેરાશ 45 ટકા જેટલો વરસાદ, દ.ગુજરાતમાં સિઝનનો સરેરાશ 32 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો મધ્ય ગુજરાતમાં સિઝનનો 30 ટકા જેટલો વરસાદ પડ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube