24 કલાક બાદ વરસાદનું જોર ઘટશે: બનાસકાંઠા અને પાટણમાં ધોધમાર વરસાદનાં એંધાણ, 14 જિલ્લામાં યલો એલર્ટ

Gujarat Monsoon Update: રાજ્યમાં સતત પડેલા ભારે વરસાદ પછી હવે વરસાદનું જોર ઘટ્યું છે. જેમાં 12 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ રહેશે. રાજ્યમાં ક્યાક સામાન્ય, ક્યાક ભારે વરસાદ રહેશે. તેમાં 12 સપ્ટેમ્બર પછી વરસાદ રોકાવાની સંભાવના છે. હાલ સૌરાષ્ટ્રની(Gujarat Monsoon Update) ઉપર ચક્રવાતી સર્ક્યુલેશન છે જેમાં આગામી બે દિવસ ઉત્તર, પૂર્વ ગુજરાતમાં વરસાદ રહેશે.

બે દિવસ પછી વરસાદનું જોર ધીમુ થશે
બે દિવસ પછી વરસાદનું જોર ધીમુ થશે. જેમાં બંગાળની ખાડીમાં નિમ્ન દબાણ બનશે. નિમ્ન દબાણથી ચોમાસુ પશ્ચિમ તરફ આગળ વધશે. તેમજ 9થી 10 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં 25 થી 30 ઓગસ્ટ દરમિયાન પડેલા ભારે વરસાદના લીધે ગુજરાત જળબંબાકાર થઇ ગયુ હતુ. જેને લીધે રાજ્યમાં જાન અને માલહાનિ સર્જાઇ હતી. ભારે વરસાદના કારણે 49 વ્યક્તિઓના મોત થયા હતા અને લોકોની ઘરવખરીને ભારે નુકસાન પણ થયુ છે. ેમાં અત્યાર સુધી રાજ્યમાં 108 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. આમ, તમામ ઝોનમાં 100 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

આવતીકાલે વરસાદની આગાહી
જો કે આવતીકાલે પાંચમી સપ્ટેમ્બરના રોજ કચ્છ, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, નર્મદા, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

ઉમરપાડામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ
ગુજરાતમાં મંગળવારના રોજ 198 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં 3 તાલુકામાં 100 મિ.મી. કરતાં વધુ, 15 તાલુકામાં 50 મિ.મી. કરતાં વધુ જ્યારે 179 તાલુકામાં 50 મિ.મી. કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. આ પૈકી વાલિયામાં 6 ઇંચ, નેત્રંગમાં 5 ઇંચ, વલસાડ અને ઉમરપાડામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં 24 કલાકમાં 197 તાલુકામાં વરસાદ થયો
વરસાદની વિગતે વાત કરવામાં આવે તો, રાજ્યમાં 24 કલાકમાં 197 તાલુકામાં વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં ભરૂચના વાલિયામાં સવા 6 ઇંચ વરસાદ નોંધાયો છે. તો ભરૂચના નેત્રંગમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હોવાનું સામે આવ્યું છે. સુરતના ઉમરપાડામાં પોણા 5 ઇંચ વરસાદ, વલસાડમાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો અને મહેસાણાના જોટાણામાં પોણા 4 ઇંચ વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે. વાપી, દાંતીવાડા, પલસાણામાં સાડા 3 ઇંચ વરસાદ અને સુરત શહેર, પારડી, માંગરોળમાં 3 ઇંચ વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે. 32 તાલુકામાં 1થી અઢી ઇંચ સુધીનો વરસાદ થયો છે.