ભાવનગર (ગુજરાત): રાજય (Gujarat) માં આવેલ ભાવનગર (Bhavangar) શહેરમાં અનરાધાર વરસી રહેલ વરસાદ (Rain) ને લીધે ધરતીપુત્રો (Farmers) ખુશખુશાલ હોય એવું જોવા મળી રહ્યું છે ત્યારે બીજી બાજુ માર્ગ તથા મકાન વિભાગની પોલ પણ ખુલ્લી રહી છે. જેને લીધે રોડની ગુણવત્તા વિરુદ્ધ લોકો મોટો પ્રશ્નાર્થ કરી રહ્યા છે.
છેલ્લા એકાદ સપ્તાહથી સમયાંતરે મેઘમહેર ચાલી રહી છે. જેને લીધે રાજ્યના મોટાભાગનાં જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે તેમજ ચેકડેમો પણ ઓવરફલો થઈ ચુક્યા છે. ભાવનગરથી સિહોર તથા સણોસરા સુધીના માર્ગ પર કેટલીય જગ્યાએ મોટા-મોટા ખાડા પડી ગયા છે.
અતિભારે વરસાદને લીધે હાઇ-વે પર પાણી ભર્યુ હોય એટલે વાહનચાલકને અંદાજ ન આવતો હોય કે, અહીં ખાડો હશે તેમજ આ ખાડા એટલા મોટા હોય છે કે, નાના વાહન ચાલક જો આ ખાડામાં ફસાઇ જાય તો તેને કેટલું નુકસાન થાય તેની કલ્પના કરવી ખુબ અઘરી છે.
સિહોરમાં વડલા ચોક નજીક, બસ સ્ટેશન નજીક, ટાણા ચોકડી, આશાપુરા રેસ્ટોરન્ટની સામે, વળાવડ ગામમાં, સોનગઢ ગામેમાં આવેલ શીતળા માતાના મંદિર નજીક, આંબલા, રામધરી ગામમાં કેટલીય જગ્યાએ મસમોટા ખાડા પડી ગયા છે તો કેટલીય જગ્યાએ રોડ બેસી ગયો છે.
આ તો ભાવનગર-રાજકોટ રાજય ધોરી માર્ગ છે. જયારે રાજયનાં ધોરી માર્ગની આવી હાલત હોય તો નાના-નાના ગામડાઓને જોડતા માર્ગની હાલત કેવી હશે? હાલમાં આ રોડ પરથી પસાર થવામાં વાહનચાલકોને નાકે દમ આવી જાય છે. સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ તબાહીનાં દ્રશ્યો સર્જાયા છે.
ગીર સોમનાથમાં છેલ્લા એક સપ્તાહથી સતત મેઘ મહેર ચાલી રહી છે ત્યારે ગીર જંગલ તથા સમગ્ર જિલ્લામાં કુદરતી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જિલ્લામાં આવેલ ગીરગઢડા તાલુકામાં મધ્ય ગીર પાસેના જમજીરના ધોધમાં ઉપરવાસમાં આવેલ અતિભારે વરસાદને લીધે પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળ્યો છે.
જમજીર ધોધના પાણીના પ્રવાહનો અવાજ તથા તેની સુંદરતા મનમોહકતા જોવા મળી હતી. ધોધના આહલાદાયક દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થતા તેમાં ધોધમાંથી ધસમસતા પાણી તેમજ આજુબાજુનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયાનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે કે, જેનો લ્હાવો પંથકવાસીઓ લઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.