વરસાદ કે પછી તાપમાનમાં વધારો? ક્યારે થશે વાવણી લાયક વરસાદ, જાણો ગુજરાતના વાતાવરણ અંગે શું કહે છે હવામાન વિભાગ

Meteorological Department: ગુજરાતના હવામાનમાં આંશિક પલટો થયાનો અનુભવ થઇ રહ્યો છે.ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી આપણે જોઇએ. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત  આ અંગેની આગાહી કરી છે. જેમાં તેમણે રાજ્યમાં(Meteorological Department) ગરમી કે વરસાદનો પ્રકોપ રહેશે તેની માહિતી આપી છે.સાથે જ ક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતનાં વિસ્તારમાં પ્રિ મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતનાં ભાગોમાં વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી
ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું હતું કે, સોમવાકે ગુજરાતનું તાપમાન ફોલિંગ ટેન્ડેન્સીમાં રહ્યુ છે. આગામી દિવસોમાં મહત્તમ વિસ્તારોમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જોકે, હજી ઉત્તર ગુજરાતમાં બેથી ત્રણ દિવસ સુધીમાં મહત્તમ તાપમાન યથાવત રહેશે. આ ઉપરાંતના વિસ્તારોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો નોંધાઇ શકે છે. ત્યારે બીજી બાજુ હવામાન નિષ્ણાતે 31 મે સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

આ સાથે જ આ વર્ષે વરસાદ કેટલો થશે જેનો વર્તારો આપવા ગુજરાતભરમાંથી 50થી વધુ આગાહીકારોએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષા વિજ્ઞાન મંડળની બેઠકમાં ભાગ લીધો હતો. જેમાં આગાહીકારોએ પોતાની કોઠા સૂઝ અને વૈજ્ઞાનિક પદ્ધતિને આધારે વરસાદની શક્યતાઓ દર્શાવી હતી. જેમાં આ વર્ષનું ચોમાસુ લાંબુ અને બારથી ચૌદ આની વર્ષ રહેવાનું જણાવ્યું હતું.

અંબાલાલ પટેલે કરી આ આગાહી
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. ૪ જૂન સુધીમાં રાજ્યમાં વરસાદ થઈ શકે છે. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસુ સારૂ રહેશે. સવા મહિના પછી રાજ્યમાં સારો વરસાદ પડશે.આણંદ, વડોદરા, નડીયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે. આ ઉપરાંત ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રનાં ભાગોમાં વરસાદ આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોનસુન એક્ટિવિટીની અસર થઈ શકે છે. પંચમહાલનાં ભાગો તથા સાબરકાંઠાનાં ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જુનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહશે. ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાના સંકેતો મળી રહ્યા છે.આ સાથે જ ગુજરાતમાં પણ ચોમાસુ સમય કરતા વહેલું બેસી જવાનું અનુમાન છે.