હવે તો ગુજરાતીઓને સ્વેટર સાથે રેઇનકોટ પણ રાખવો પડશે તૈયાર- આજે રાજ્યના આ જીલ્લાઓમાં ખાબકશે વરસાદ

ગુજરાત(gujarat): હાલમાં શિયાળાની કડકડતી ઠંડીને બદલે વરસાદી માહોલ છવાયો હોય તેવું લાગી રહ્યું છે. અરબી સમુદ્ર(Arabian Sea)માં બનેલી લો પ્રેશર(Low pressure) સિસ્ટમ સાઉદી(Saudi) તરફ જઇ…

ગુજરાત(gujarat): હાલમાં શિયાળાની કડકડતી ઠંડીને બદલે વરસાદી માહોલ છવાયો હોય તેવું લાગી રહ્યું છે. અરબી સમુદ્ર(Arabian Sea)માં બનેલી લો પ્રેશર(Low pressure) સિસ્ટમ સાઉદી(Saudi) તરફ જઇ રહી છે. પવનની પેટર્ન દરિયાઇ થઇ જતાં સોમવારે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાત(South Gujarat)ના વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આજે સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ વરસી વરસવાની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત, અન્ય વિસ્તારોમાં વાતાવરણ સુકું રહેવાની સાથે જ હવામાં ભેજ હોવાથી લઘુત્તમ તાપમાનમાં કોઈપણ પ્રકારનો ઘટાડો ન થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બે દિવસ બાદ રાજ્યમાં ઠંડી અનુભવાશે અને લઘુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સુધીનો ઘડાટો નોંધાઈ શકે છે.

મળતી માહિતી મુજબ, સોમવારે પણ વલસાડના કપરાડામાં દોઢ ઈંચ અને ડાંગમાં 8 મિ.મિ. વરસાદ નોંધાયો હતો. આ સાથે સૌરાષ્ટ્રમાં અમરેલીના ખાંભા તાલુકાના લાસા ગામમાં ધોધમાર 2 ઈંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રમાં અન્યત્ર છૂટાછવાયા ઝાપટાં વરસ્યા હતા.

સોમનાથ વેરાવળના પ્રભાસપાટણ તથા આજુબાજુના વિસ્તારમાં માવઠું થતા કાજલી માર્કેટ યાર્ડમાં બહાર પડેલા અનાજની ગુણીને પણ ભારે નુક્શાન થયુ હતુ. વેરાવળ તાલુકાના કાજલી, સોનારીયા, બાદલપરા, નાવડા, ઈન્દ્રોઈ, પંપડવા, સહિત ગામોમાં કમોસમી ઝાપટાંથી ઘંઉ, ચણા, મરચી, ધાણા સહિત પાકોને નુકસાન થયાનું જાણવા મળ્યું છે. તો બીજી બાજુ તલાલાના ધાવા ગીર, આંકોલવાડી, હડમતીયા, મંડોરણા અને બામણાસા વગેરે ગીર પંથકમાં અડધાથી સવા ઈંચ કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે.

આ સાથે સુરત શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. સોમવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ સાથે જ સુરત શહેર અને જિલ્લામાં બફારો પણ અનુભવાતો હતો. સતત બદલાતા હવામાનને કારણે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોળ છવાયો છે. કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતોમાં સેવાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *