વલસાડમાં ભારે પવન સાથે ખાબક્યો મુશળધાર વરસાદ, વીજપ્રવાહ ખોરવાતાં છવાયો અંધકાર

વલસાડ(ગુજરાત): હવામાન વિભાગની આગાહી બાદ સમગ્ર રાજ્ય સહિત વલસાડ(Valsad) જિલ્લામાં હવામાને પલટો લીધો છે. સોમવારે(On monday) જિલ્લા સહિત રાજ્યભરમાં ભારે પવન ફૂંકાયો હતો. આવી સ્થિતિમાં વલસાડ શહેરમાં મંગળવાર(Tuesday) સવારથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.

વલસાડ શહેરમાં સવારથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો અને મુશળધાર વરસાદથી લોકોને થોડી રાહત મળી છે. જોકે, આ પ્રિ-મોન્સુન એક્ટિવિટીને કારણે કેરીના પાકને નુકશાન થવાની જીલ્લાના ખેડૂતો ચિંતિત છે.

ત્યારે ધોધમાર વરસાદને લઈને શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હતું. આજે મંગળવારે વહેલી સવારે નોકરી-ધંધા પર નીકળેલા લોકો પણ અચાનક વરસાદ પડતાં ભીંજાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આજરોજ સવારથી જ વલસાડ જિલ્લામાં વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઇ રહ્યો છે.

જણાવી દઈએ એક, વલસાડ શહેરમાં ગઈકાલે સંભવિત વાવાઝોડાની અસર જોવા મળી હતી, જેમાં શહેરમાં ગઈકાલે વહેલી સવારે 4 વાગ્યે ભારે પવન પણ ફૂંકાયો હતો. જેને લઈ RPF ગ્રાઉન્ડ આગળ આવેલા એક ઝાડની મહાકાય ડાળી ભાંગી પડી હતી. ત્યારે ઝાડ નીચે પસાર થતી વીજલાઈન પર આ ડાળી પડતાં આજુબાજુના 4 વીજ પોલ પણ અસરગ્રસ્ત બન્યા હતા. જેથી વીજપ્રવાહ ખોરવાતાં આજુબાજુના વિસ્તારમાં વીજળી ગુમ થઇ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *