છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૫૫ તાલુકામાં વરસાદ- જાણો ક્યા સૌથી વધુ અને ક્યા હજુ છાંટોય નથી પડ્યો

અમદાવાદ(Ahmedabad): હવે વરસાદ (Rain)ની જબરદસ્ત બેટિંગ શરુ થઈ ચુકી છે. ત્યારે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, ગુજરાત (Gujarat)માં છેલ્લા 24 કલાક દરમિયાન 155 તાલુકામાં…

અમદાવાદ(Ahmedabad): હવે વરસાદ (Rain)ની જબરદસ્ત બેટિંગ શરુ થઈ ચુકી છે. ત્યારે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, ગુજરાત (Gujarat)માં છેલ્લા 24 કલાક દરમિયાન 155 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ નવસારી(Navsari) શહેરમાં 61 એમ.એમ. નોંધાયો છે. સોમવારે સવારે છ વાગ્યા પુરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 23 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ થયો છે. જ્યારે બે તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ થયો છે.

મળતી માહિતી અનુસાર, મહીસાગરના વિરપુરમાં 38 એમ.એમ., વિજયનગરમાં 38 એમ.એમ., સુરતના માંડવીમાં 39 એમ.એમ., માંગરોળમાં 41 એમ.એમ., સાબરકાંઠાના વડાલીમાં 45 એમ.એમ., જયારે મહેસાણાના સતલાસણમાં સૌથી વધુ 60 એમ.એમ. વરસાદ ખાબક્યો છે. રાજ્યના 31 જિલ્લામાં રવિવારે વરસાદ નોંધાયો હતો. આ સાથે જ ગુજરાતમાં અત્યારસુધી સિઝનનો 14.72 ટકા વરસાદ પડ્યો છે.

ઝોન પ્રમાણે વરસાદ:
એવા પણ વિસ્તારો છે જ્યાં છેલ્લા 24 કલાકમાં 0 એમ.એમ. વરસાદ નોંધવામાં આવ્યો છે. જેમાં કચ્છનો સમાવેશ થાય છે. અહી સિઝનનો કુલ 7.69 ટકા વરસાદ પડ્યો છે. જયારે અત્યાર સુધીના સૌથી વધારે વરસાદવાળા વિસ્તારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં સૌથી વધારે સરેરાશ 15.70 એમ.એમ. વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો સૌથી વધારે 18.50 ટકા વરસાદ વરસી ગયો છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં સરેરાશ 7.24 એમ.એમ. વરસાદ પડ્યો છે. આ સાથે અહી સિઝનનો કુલ 10.45 ટકા વરસાદ વરસી ગયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં 24 કલાકમાં સરેરાશ 4.42 એમ.એમ. વરસાદ પડ્યો છે. તેથી અહીં સિઝનનો કુલ 10.39 ટકા વરસાદ પડ્યો છે. જયારે સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 5.79 એમ.એમ. વરસાદ પડ્યો છે. આ સાથે અહીં સિઝનનો 16.23 ટકા વરસાદ પડ્યો છે. ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ 125.14 એમ.એમ. વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં વરસાદની આગાહી:
હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 4 જુલાઇથી 7 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે NDRF સતર્ક બન્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *