ગુજરાત: આજે અષાઢી મહેર રાજ્યના ઘણા જીલ્લાઓમાં વરસી રહ્યો હતો. આજે મેઘ મહેર કેટલાય તાલુકામાં થઈ હતી. રાજ્યના જુનાગઢ, માગરોળ, થરાદ સહિતના જીલ્લોમાં ભારે વરસાદ વરસ્યો છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વરસાદની બ્રેક લાગી હતી પંરતુ અષાઢીમાહોલમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
જુનાગઢ માંગરોળના હુશેબાદ તેમજ આસપાસના પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. નિચાણવાળા વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા સમસ્યાઓ ઉભી થઇ હતી. સોમનાથ ફોરટ્રેક રોડ બનતો હોવાથી વાડી વિસ્તારના પાણી રોકાઇ ગયા હતા. જેને કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. લોકોની સમસ્યાની માંગરોળના ધારાસભ્યએ લેટરપેડ ઉપર લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ તંત્ર કામગીરી કરવામાં નિષ્ફળ નિવડયું હતુ.
બનાસકાંઠાના થરાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી. મોડારાતે અને વહેલી સવારે ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. થરાદના આદેશ નગર વિસ્તારના મકાનમાં પાણી ભરાતા લોકો પરેશાન થઇ ગયા હતા. અને તંત્ર પાસે વરસાદી પાણીના નિકાલ માટે માંગણી કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.