શાં માટે દેશમાં દુષ્કર્મની ઘટનાઓમાં થઈ રહ્યો છે સતત વધારો? -DGP એ આપ્યું ચોંકાવનારું કારણ  

સ્ત્રીઓની સાથે થઈ રહેલ શારીરિક તથા માનસિક અત્યાચારની ઘણી ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. આવી ઘટનાઓમાં રાજ્યમાં સતત વધારો જ થઈ રહ્યો છે. દેશમાં…

સ્ત્રીઓની સાથે થઈ રહેલ શારીરિક તથા માનસિક અત્યાચારની ઘણી ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. આવી ઘટનાઓમાં રાજ્યમાં સતત વધારો જ થઈ રહ્યો છે. દેશમાં હાથરસ સહિત વિવિધ ભાગોમાં દુષ્કર્મની ઘટનાઓથી લોકોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો છે.

આ બધાની વચ્ચે રાજસ્થાનના DGP ભૂપેન્દ્રસિંહ યાદવે વધતા રેપ કેસને લઇ ચોંકાવનારું નિવેદન આપવામાં આવ્યું છે. એમણે જણાવતાં કહ્યું કે, હવે સંપત્તિના વિવાદ અથવા તો પરસ્પર ઝઘડાનો બદલો લેવા માટે પણ દુષ્કર્મના ક્રોસ કેસ નોંધાઇ રહ્યા છે, જે એક નવો ટ્રેન્ડ બની રહ્યો છે. પીડિતાને ન્યાય મળવા માટે મોડું થાય છે એ પણ એક ગંભીર મુદ્દો રહેલો છે.

DGP ભુપેન્દ્રસિંહ યાદવે જણાવતાં કહ્યું હતું કે, ઇન્ટરનેટ પર ગુનાહિત સામગ્રીઓ પણ મોટાપાયે પ્રસારિત થઇ રહી છે, જે સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. પોલીસે પોતાના સ્તર પર ડઝનબંધ સાઇટ્સને હટાવી દીધી છે. સાઇટ્સને હટાવ્યા પછી પણ નવી-નવી સાઇટ્સ બનતી જાય છે. જેના પર પોલીસ વિભાગ સંપૂર્ણ નિયંત્રણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

DGP ભૂપેન્દ્રસિંહ યાદવે જણાવતાં કહ્યું કે, રાજસ્થાનમાં હિંસક ગુનાઓનાં પ્રમાણમાં સતત વધારો થતો જાય છે. એના  કેટલાંય કારણો હોઇ શકે છે. જેમાં વસતી, બેરોજગારી તથા ઇન્ટરનેટ પરથી ગુનાહિત પ્રવૃત્તિઓની માટે પ્રેરણા લેવાનો સમાવેશ થાય છે. પોલીસ બાળકોને સમ્ભવ હોય એટલું શિક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે તથા પરિવારના સભ્યોને પણ આ સંદર્ભમાં સમજાવવું જોઈએ કે, ઇન્ટરનેટનો ઉપયોગ માત્ર સકારાત્મક કાર્યો માટે જ કરવામાં આવે.

સાયબર ક્રાઈમને થતો અટકાવવા માટે એક નવો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે તેમજ એક નવો સેલ બનાવવામાં આવી રહ્યો છે. જેમાં બહારના નિષ્ણાતોનો પણ સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા દ્વારા થઈ રહેલ ગુનાઓ પર ધ્યાન રાખવામાં આવશે તેમજ અલબત્ત સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવેલ ગુનાઓ પર લગામ લગાવવી ખૂબ જ જરૂરી રહેલું છે.

પોલીસ કર્મચારીઓને મળેલ ફરિયાદો બાબતે DGP ભુપેન્દ્રસિંહ યાદવે જણાવતાં કહ્યું કે, ફરિયાદનું મુખ્ય કારણ એ રહેલું છે કે, તમામ વ્યક્તિ પોલીસ કર્મચારીની અપેક્ષા રાખે છે તથા તે જરૂરી નથી કે, તમામ વ્યક્તિ શાલીન હોય અને શાલીન હોવા માટે કોઇપણ રેન્કનો કોઇ તાલ્લુક રહેલો નથી. જે વ્યક્તિ ભૂલ કરે છે તેમજ ભૂલ કરતી હોવાનું સામે આવે છે એની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *