શનિવારે પીયરથી વિદાય થતી દુલ્હન વરરાજા સાથે હોસ્પિટલમાં પહોંચી હતી. ચિત્તોડગઢ જિલ્લાના ગંગરાર પાસે સવારે નવવધૂ અને વરરાજાની બોલેરો કાર કન્ટેનરમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલક અને વરરાજાના કાકાનું દુ:ખદ અવસાન થયું હતું. આ દુર્ઘટનામાં વરરાજાને ઈજા પહોંચી હતી. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
શનિવારે સવારે રતલામ પાસે બડનગરથી પાલી જતી બે બોલેરો કાર દુલ્હા-દુલ્હન અને પરિવાર જનોને લઈને નીકળી હતી. શુક્રવારે રાત્રે બંનેનાં લગ્ન થયાં હતાં. વરરાજાના સંબંધી તુલછારામેં જણાવ્યું કે, એક ગાડીમાં વરરાજા ચેતન અને દુલ્હન દિવ્યા પરીવાર સાથે હતી. બીજી કારમાં બારાતીઓ હતી.
ગંગરાર ચોકડી પર વરરાજાની ગાડી આગળ ચાલતા કન્ટેનરમાં ઘુસી ગઈ હતી. કન્ટેનર ચાલક દ્વારા અચાનક બ્રેક મારવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાઇવર ભગારામ અને વરરાજાના કાકા મલારામનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તે દરમિયાન, અન્ય લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
અકસ્માત બાદ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થઇ ગયુ હતું. ખૂબ જ પ્રયત્નો પછી, ટ્રાફિકને દુર કરવામાં આવ્યું. તે જ સમયે પોલીસે ક્રેનની મદદથી નુકશાન થયેલા વાહનોને દૂર કર્યા હતા.
જાણવા મળ્યું હતું કે, એક બાઇક સવાર ચોક પર કન્ટેનરની આગળથી રસ્તો પાર કરી રહ્યો હતો. અચાનક આગળ આવી જતાં કન્ટેનર ચાલકે બ્રેક લગાવી હતી. જેના કારણે બોલેરો પાછળ ઘુસી ગઈ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle