BIG NEWS: રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ, જાણો હવે કઈ તારીખે યોજાશે ચૂંટણી

Rajasthan Assembly Election Date Changed: રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની તારીખોને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.રાજસ્થાનમાં મતદાનની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે અહીં 25મી…

Rajasthan Assembly Election Date Changed: રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની તારીખોને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.રાજસ્થાનમાં મતદાનની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે અહીં 25મી નવેમ્બરે મતદાન થશે. જણાવવામાં આવ્યું છે કે, 23 નવેમ્બરે દેવુથની એકાદશીના કારણે મોટા પાયે લગ્તાન પ્રસંગ યોજવામાં આવ્યા છે. આ પછી તારીખ બદલવાની માંગ ઉઠી હતી.

ચૂંટણી પંચે જારી કર્યો આદેશ
ભારતના ચૂંટણી પંચે કહ્યું છે કે, મતદાનની તારીખમાં ફેરફાર વિવિધ રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓની અરજી અને તે દિવસે મોટા પાયે લગ્નનો મુદ્દો વિવિધ મીડિયા પ્લેટફોર્મ પર ઉઠાવવામાં આવ્યા બાદ કરવામાં આવ્યો છે. તારીખને કારણે મોટી સંખ્યામાં લોકોને અસુવિધા થઈ શકે છે તેવું જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત મતદાનમાં વાહનવ્યવહાર સુવિધાઓને લઈને પણ મોટો મુદ્દો હતો. કમિશને એમ પણ કહ્યું છે કે, આનાથી મતદાન દરમિયાન મતદારોની ભાગીદારીમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.

હવે આ રહેશે સંપૂર્ણ શેડ્યૂલ
ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ હવે નામાંકન પ્રક્રિયા 30 ઓક્ટોબર (સોમવાર)થી શરૂ થશે. નોમિનેશનની છેલ્લી તારીખ 6 નવેમ્બર છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 7 નવેમ્બરે થશે. આ પછી ઉમેદવારો 9મી નવેમ્બરે પોતાનું નામાંકન પત્ર પરત ખેંચી શકશે. નવી તારીખ પ્રમાણે હવે 25 નવેમ્બરે મતદાન થશે. આ પછી 3 ડિસેમ્બરે મતગણતરી થશે.

આ વખતે દેવુથની એકાદશી પર 1.5 લાખ લગ્ન 
તમને જણાવી દઈએ કે, રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાનની પ્રથમ તારીખ 23 નવેમ્બર હતી. દેવુથની એકાદશી પણ આ દિવસે છે. એક મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે ગયા વર્ષે દેવુથની એકાદશીના દિવસે લગભગ એક લાખ લગ્ન થયા હતા. આ વખતે એવું માનવામાં આવે છે કે, રાજસ્થાનમાં 23 નવેમ્બરના રોજ લગભગ 1.5 લાખ લગ્ન છે. તેથી લગ્નોના કારણે મતદાનને અસર થાય તેવી શક્યતાઓ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *