સનકી ડ્રાઈવરનું હિચકારું કૃત્ય: મહિલાને કારની બોનેટ પર ચડાવીને 500 મીટર સુધી ઘસડી ગયો – જુઓ LIVE વિડીયો

Hanumangarh woman dragged on Car: રાજસ્થાનના હનુમાનગઢથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક કાર ચાલક એક મહિલાને કારના બોનેટ પર લગભગ 500 મીટર સુધી ખેંચતો જોવા મળી રહ્યો છે.(Hanumangarh woman dragged on Car) મહિલાને બચાવવા માટે ઘણા લોકો કારની પાછળ દોડતા જોવા મળ્યા હતા, પરંતુ ડ્રાઈવરે તેનું વાહન રોક્યું ન હતું.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, મહિલા આગળ આવે છે અને કાર ચાલકને રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ ડ્રાઈવરે રોક્યા વગર મહિલાને કાર પર લટકાવી દીધી અને કારને દૂર સુધી લઈ ગયો. આ દરમિયાન મહિલા બૂમો પાડતી રહે છે.

પોલીસે જણાવ્યું કે, આ ઘટના બુધવારે બપોરે હનુમાનગઢના મુખ્ય બસ સ્ટેન્ડ પાસે બની હતી. પોલીસે કહ્યું કે ઘણા CCTV ફૂટેજને સ્કેન કર્યા બાદ કારનો નંબર સ્પષ્ટ થઈ ગયો, જે રાવલાના કોઈના નામે નોંધાયેલ હતો. આ સમગ્ર ઘટના બસ સ્ટેન્ડની આસપાસ લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસ મહિલા અને કાર ચાલકને શોધી રહી છે.

FIR નોંધી, તપાસ શરૂ
પોલીસ અધિકારી વિષ્ણુ ખત્રીએ કહ્યું કે તેમને મીડિયા રિપોર્ટ્સ દ્વારા આ ઘટનાની જાણ થઈ. તેમણે કહ્યું કે હનુમાનગઢમાં ચાલતી કારના બોનેટ પર એક મહિલા બેઠેલી હોવાની માહિતી મળતાં જ અમે સીસીટીવી વિઝ્યુઅલથી તેની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે હજુ સુધી કાર ચાલક અને મહિલા વિશે કોઈ માહિતી મળી નથી. અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવી રહ્યો છે; વધુ તપાસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *