માતા-પિતા માટે લાલબતી સમાન કિસ્સો: 20 રૂપિયાની ચોકલેટ માટે બાળકોએ પકડી જીદ- તપાસ કરી તો નીકળ્યો ગાંજો

Published on Trishul News at 6:24 PM, Mon, 14 August 2023

Last modified on August 14th, 2023 at 6:26 PM

Intoxicating Chocolates of Karnataka: કર્ણાટકના મેંગલુરુથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ત્યાં, ગુનેગારો માત્ર થોડા રૂપિયા કમાવવા માટે નિર્દોષ બાળકોને નિશાન બનાવે છે. ચોકલેટમાં ડ્રગ્સ ભેળવીને બાળકોને વેચવામાં આવી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ડ્રગ્સ ધરાવતી ચોકલેટ ઉત્તર પ્રદેશથી લાવવામાં આવી હતી. મેંગલુરુ પોલીસે બે દુકાનો પર દરોડા પાડીને લગભગ 125 કિલો નશીલઈ ચોકલેટનું કન્સાઈનમેન્ટ જપ્ત કર્યું છે.

એવું કહેવાય છે કે, જે બાળકો આ ચોકલેટ ખાતા હતા તેઓ વારંવાર આ ચોકલેટ્સ મંગાવતા હતા. આ અંગે બાળકોના પરિવારજનોને શંકા ગઈ હતી. મોટા લોકો એ ખાધા ત્યારે ખબર પડી કે 15 થી 20 રૂપિયાની આ ચોકલેટો ખાધા પછી નશો ચડી જાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ચોકલેટ્સમાં ડ્રગ્સ અને ગાંજો ભેળવવામાં આવતો હતો. આ ડ્રગ્સ વાળી ચોકલેટો ઉત્તર પ્રદેશથી અહીં લાવવામાં આવી હતી.

મેંગલુરુ પોલીસ કમિશનર કુલદીપ જૈને જણાવ્યું કે, “તપાસમાં અમને જાણવા મળ્યું છે કે, આ કન્સાઈનમેન્ટ ઉત્તર ભારતમાંથી ખાસ કરીને ઉત્તર પ્રદેશથી લાવવામાં આવ્યું હતું. અમે તપાસ કરી રહ્યા છીએ કે આમાં કોણ કોણ સામેલ છે.

મેંગલુરુમાં દરોડા પછી, રાયચુરમાં આ ચોકલેટ્સનું બીજું કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું હતું. ચોકલેટમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. મેંગલુરુની જેમ રાયચુરમાં પણ બે દુકાનદારોની ધરપકડ કરવામાં આવી હતી. બાળકોના ભવિષ્યનો પ્રશ્ન હોવાથી પોલીસ અને વાલીઓ બંને ચિંતિત છે.

ડો. એસ. મુજાહિદ હુસૈન, બાળરોગ નિષ્ણાત અને હંગ્રી કૂલા ફૂડ્સના સહ-સ્થાપક, જણાવ્યું હતું કે, “વ્યસન એ ખરાબ વસ્તુ છે. ચોકલેટનું વ્યસન કેમ હોવું જોઈએ, એકવાર બાળકોને તેની આદત પડી જશે તો પછી આ આદત છોડવી ખૂબ જ મુશ્કેલ બની જશે.

આ આંતરરાજ્ય ગેંગ ઉત્તર પ્રદેશમાંથી ગાંજો અને ચોકલેટ ભેળવીને અહીં કેવી રીતે સપ્લાય કરે છે તે જાણવા પોલીસ સતત પૂછપરછ કરી રહી છે. આવો કિસ્સો પ્રથમવાર આવ્યો હોવાથી પોલીસ તપાસ ચાલી રહી છે. બાળકોને દવાવાળી ચોકલેટ ખવડાવવામાં આવી રહી છે. આ મામલો ખૂબ જ ગંભીર છે, તેથી જ પોલીસ તપાસમાં કોઈ ઢીલ નથી લઈ રહી.

Be the first to comment on "માતા-પિતા માટે લાલબતી સમાન કિસ્સો: 20 રૂપિયાની ચોકલેટ માટે બાળકોએ પકડી જીદ- તપાસ કરી તો નીકળ્યો ગાંજો"

Leave a comment

Your email address will not be published.


*