Rajsthan Crime: રાજસ્થાનના નાગૌર જિલ્લાના ખિંવસરમાંથી એક હૃદયદ્રાવક ઘટના બહાર આવી છે. એક પતિએ ક્રૂરતાની તમામ હદ વટાવીને તેની પત્ની સાથે એવી નિર્દયતા કરી કે જેની કોઈએ ક્યારેય અપેક્ષા પણ ન કરી હોય. આ વ્યક્તિએ તેની પત્નીને બાઇક પાછળ દોરડા વડે બાંધી દીધી અને તેને લાંબા અંતર સુધી ખેંચી ગયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા(Rajsthan Crime) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે કે, શું કોઈ પતિ તેના પત્ની સાથે આવું વર્તન કરી શકે છે અથવા તો કોઈ પણ મહિલા સાથે તેમની સાથે આવું વર્તન કરવાનું વિચારી શકે છે.
પત્ની સાથે પ્રાણીની જેમ વર્તન
વાયરલ વીડિયો બહાર આવ્યા બાદ પોલીસે કડક કાર્યવાહી કરી આરોપી પતિ વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે. આ ઘટના નાગૌર જિલ્લાના ખિંવસર સબડિવિઝનના પચૌરી ગામમાં બની છે, જે વીડિયો બહાર આવ્યો છે, તેમાં એક વ્યક્તિ ઝડપથી બાઇક ચલાવતો જોવા મળે છે. તે મહિલાને રસ્તા પર બાઇકની પાછળ દોરડાથી બાંધીને ઢસડી રહ્યો છે, મહિલા મદદ માટે બૂમો પાડતી રહી, પરંતુ કોઈ મદદ માટે આગળ ન આવ્યું. બધા દર્શક બનીને જોતા રહ્યા.ત્યારે આવા હેવાન પતિ પર લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે.
શું કોઈ પતિ આટલો ક્રૂર હોઈ શકે?
લોકો વીડિયો બનાવતા રહ્યા પરંતુ કોઈ તેની મદદ કરવા આવ્યું નહીં. આ વીડિયો બહાર આવ્યા બાદ સવાલ ઉઠી રહ્યા છે કે શું પતિ એટલો ક્રૂર હોઈ શકે કે જે પોતાની પત્નીને જાહેરમાં શરમમાં મુકે. આ ભયાનક વીડિયો બહાર આવ્યા બાદ આ પવિત્ર સંબંધ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. મળતી માહિતી મુજબ, આરોપી વ્યક્તિનું નામ પ્રેમ રામ મેઘવાલ છે. તેના લગ્નને 10 મહિના જ થયા છે, પરંતુ તે તેની પત્નીને સતત મારતો રહે છે.
Shocking video from Rajasthan.
Prema Ram Meghwal tied his wife Sumitra’s leg to a bike and dragged her for several KM.
Both of them got married 6 months ago.
Video @Satyabhrt7 pic.twitter.com/6uYwAtHQDU
— هارون خان (@iamharunkhan) August 13, 2024
પત્નીને બાઇકની પાછળ બાંધીને ખેંચી ગયો
તેની પત્નીએ એક મહિના પહેલા બાડમેરમાં તેની બહેનના ઘરે જવાની જીદ કરી હતી. પતિની ના પાડવા છતાં તે ગઈ. આ વાતથી તે એટલો ગુસ્સે થઈ ગયો કે તેણે તેની પત્નીને મોટરસાઈકલની પાછળ બાંધી દીધી અને તેને ખેંચવા લાગ્યો. નવાઈની વાત એ છે કે, આસપાસના લોકોએ પણ આ ઘટનાનો વિરોધ કર્યો નહીં.
ઉલટાનું તેમણે એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. આ વીડિયો 1 મહિના જૂનો હોવાનું કહેવાય છે. આરોપી પ્રેમ રામ નશાની આદતનો શિકાર હોવાનું કહેવાય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App