રાજસ્થાનના જોધપુરમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં દેચુના લોધાતા અચલાવાતા ગામે 11 લોકોનાં મોત નીપજ્યાં છે. ફાર્મમાંથી આ તમામ 11 લોકોની લાશ મળી આવી છે. તમામ મૃતક પાકિસ્તાન વિસ્થાપિત થયા હોવાનું જણાવાયું છે. આ બધા લોકો એક જ પરિવારના હતા અને અચલાવતા ગામે કામ કરતા હતા. આ કેસમાં હત્યા થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જોધપુરના દેચુ પોલીસ સ્ટેશન વિસ્તારના લોટડા ગામે એક જ પરિવારના 11 લોકોના મોતની જાણ થતાં આ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. નજીકના ગ્રામજનોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસને બાતમી મળતાં ઘટના સ્થળે પહોંચી 11 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. તેમજ એક યુવાન ઘાયલ હાલતમાં હતો, જેને પોલીસે તેને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. મૃતકોમાં 2 પુરૂષો, 4 મહિલાઓ, 5 બાળકો શામેલ છે.
પ્રાપ્ત થયેલી માહિતી મુજબ મૃતક પરિવાર પાકિસ્તાનના વિસ્થાપિત ભીલ સમુદાયનો છે અને થોડા સમય પહેલા આ બધા લોકો પાકિસ્તાનથી જોધપુર આવ્યા હતા. આ બધા લોકો ગામના ખેતરમાં ટ્યુબવેલ પર કામ કરતા હતા અને નજીકની ઝૂંપડીમાં રહેતા હતા. પ્રાથમિક તપાસમાં દરેકના મૃત્યુ બિંદુ ઝેર ખાવાથી થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
હાલમાં, મોતનું કારણ જાણવા મળ્યું નથી. માહિતી મળતાં જોધપુર રૂરલ એસપી સહિત પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને એફએસએલની ટીમ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી રહી છે. જોધપુર રૂરલ એસપી રાહુલ બારહાતે આ ઘટનાની માહિતી આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.:https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP